Homeગુજરાતીબ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત,રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી...

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત,રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી

  • બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત
  • રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી
  • વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર કરાયું હતું તેનું અનાવરણ 

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળના ધ્વજની નવી ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે.અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,અગાઉની ડિઝાઇન 6 સપ્ટેમ્બર, 2017 ના રોજ નેવીને સબમિટ કરવામાં આવી હતી.

નિવેદન મુજબ, વસાહતી ભૂતકાળને પાછળ છોડી દેવાના ચાલુ રાષ્ટ્રીય પ્રયાસને અનુરૂપ ઇતિહાસમાંથી પ્રેરણા લઈને નવી ડિઝાઇન બનાવવામાં આવી હતી.

 

સંબંધિત લેખો

Most Popular