1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો આજે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો આજે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો આજે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો

0
Social Share

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે ગુજરાતના મહેમાન બનશે. તેમનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. બ્રિટિશના PM બોરિસ જોન્સન એરપોર્ટથી ગાંધી આશ્રમ રોડ શો કરીને જશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ પહોંચશે. એની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ દેવામાં આવી છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય એવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોનસનનું સ્વાગત કરશે. તેઓ સૌપ્રથમ રોડ શો કરી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. બાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે અદાણી ટાઉનશિપ જશે. ત્યાર બાદ તેઓ વડોદરાના હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. બોરિસ જોનસનની મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. કહેવાય છે કે, બ્રીટિશના પીએમ સાથે ગુજરાતના બિઝનેસ ડેલિગેશન મુલાકાત ગોઠવાઈ નથી. બોરિસ જોન્સન વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં મળવાના છે. બ્રિટિશના પીએમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રિટન યુરોપીય સંઘથી જોડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જોન્સન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે. ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે. બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે. હવે 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code