બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવ ઓક્ટોબરે મુંબઈમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્ટારમર વિઝન 2035ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રગતિની સમીક્ષા કરશે. આ વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી 10 વર્ષની કાર્ય યોજના છે.
બંને નેતાઓ ભારત-યુરોપ વ્યાપક, આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકો અંગે વ્યવસાય અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. મોદી અને સ્ટારમર પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. બંને વડાઓ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટની છઠ્ઠી આવૃત્તિમાં પણ ભાગ લેશે.