
બ્રશસ્ટ્રોક્સ ઑફ લવઃ લાઇવ વેડિંગ પેઇન્ટિંગ એક નવો ટ્રેન્ડ
મેરેજ ની સીઝન માં એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે, તે છે લાઈવ વેડિંગ પેઇન્ટિંગ તેમજ પોટ્રેટ સ્કેચ અને કૅરિકેચર. 15 વર્ષથી વધુ અમદાવાદમાં તેમજ સમગ્ર ગુજરાત અને રાજસ્થાન માં પણ લાઈવ ઇવેન્ટ માં કાર્યરત મુકેશ પટેલ નું કહેવું છે કે આજના યુવાનો માટે, લગ્ન દરમિયાન લાઈવ વેડિંગ પેઇન્ટિંગ નો ટ્રેન્ડ જોર માં છે. કેટલાક તેમના માતાપિતા માટે હૃદયપૂર્વકની ભેટ તરીકે આપવા માટે તો કેટલાક તેમના પાર્ટનર ને ગિફ્ટ આપવા માટે લાઈવ પેઇન્ટિંગ કરાવતા હોય છે. લાઈવ વેડિંગ પેઇન્ટિંગમાં ચોરી, વર વધુ, તેમના માતા પિતા અને અન્ય લોકો નો સમાવેશ થતો હોય છે. આવા લાઈવ પેઇન્ટિંગ વર્ષોના પ્રેમ અને સમર્થન માટે કૃતજ્ઞતાનું પ્રતીક બની રહે છે.
મુકેશ પટેલ, કે જેઓ 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લાઈવ વેડિંગ પેઇન્ટિંગ, કૅરિકેચર અને પોટ્રેટ સ્કેચ કલાકાર છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત 11th All India Digital Art Exhibition 2022 એવોર્ડથી પ્રશંસા પ્રાપ્ત કર્યા પછી અને અસંખ્ય પ્રદર્શનોમાં તેમની પ્રતિભા દર્શાવ્યા પછી આજ-કાલ ના આ ટ્રેન્ડ ને ખુબજ રોમાંચક માને છે. જ્યારે યુગલો ચમકતી લાઇટ્સ અને સુગંધિત ફૂલોની છત્ર હેઠળ પ્રતિજ્ઞાઓનું વિનિમય કરે છે, મહેમાનો આસપાસ ભેગા થાય ત્યારે મુકેશ પટેલ તેમના કુશળ સ્ટ્રોકથી દ્રશ્યને કેનવાસ પર જીવંત કરી દે છે.