Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભૂલથી જતા રહેલા BSF જવાન સાહૂની 21 દિવસ બાદ અંતે મુક્તિ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયેલા પૂર્ણમ કુમાર સાહૂની વતન વાપસી થઈ છે. બીએસએફ જવાન સાહૂ 23મી એપ્રિલના રોજ ભૂલથી પાકિસ્તાનની સીમામાં જતો રહ્યો હતો. જે બાદ પાકિસ્તાની સેનાની તેની ધરપકડ કરી હતી. પીકે સાહૂને 21 દિવસ બાદ મુક્ત કરવામાં આવ્યો છે. ભારતે પણ કેટલાક પાકિસ્તાની રેન્ઝર્સને મુક્ત કર્યાનું જાણવા મળે છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સએ જણાવ્યું હતું કે, આજે બીએસએફના જવા કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહૂ અટારી-વાઘા બોર્ડરથી ભારત આવ્યાં હતા. સાહૂ 23મી એપ્રિલ 2025ના રોજ ફરજ દરમિયાન ભૂલથી પાકિસ્તાની સીમામાં પ્રવેશ્યા હતા. સાહૂ જ્યારે પાકિસ્તાનની સીમામાં પ્રવેશ્યા ત્યારે બંને દેશ વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે, જો કે, પીકે સાહૂની મુક્તિને તેની કોઈ અસર થઈ ન હતી.

બીએસએફ જવાન સાહૂ પંજાબના ફિરોઝપુર બોર્ડરથી પાકિસ્તાનની સરહદીમાં ભૂલથી જતો રહ્યો હતો. સાહૂ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. સાહૂની પત્ની રજની સાહૂ આ મામલે ચિંતિત હતી. રજની સાહૂ પતિની મુક્તિને લઈને ચંદીગઢ પહોંચી હતી. જ્યાં તેઓ બીએસએફના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હૂમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. ભારતે આ હુમલાને પગલે આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલો કરીને નાશ કર્યાં હતા. જેના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.