
પંજાબ બોર્ડર પાસે બીએસએફના જવાનોએ બે પાકિસ્તાન દાણચોરોને 29 કિલો હેરોઈન સાથે ઝડપી પાડ્યા
ચંદિગઢઃ- પંજાબની આતંરરાષ્ટીય સરહદ પાસે અવાર નવાર પાકિસ્તાન દ્રાર ઘુસણખોરીની ઘટના સામે આવે છે આ સહીત ડ્રોન મારફત હથિયારો તથા નશીલા પ્રદર્શો પહોંચાડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છએ ત્યારે ફરી એક વખત સરહદ પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા બે પાપિસ્તાની દાણચોરોની નશીલા પ્રદાર્થ સાથે ઘરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડર સિક્યુરિટી ફોર્સઅને પંજાબ પોલીસની સંયુક્ત કવાયતથી ફિરોઝપુરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ કરવામાં આવી છએ અને તેમની પાસેથી 29 કિલો હેરોઈન જપ્ત કરાયું છે.
આ સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે કે આ અંગેના જોખમ વિશે ભાળ મળતાની સાથે જ બીએસએફ જવાનોએ દાણચોરો પર ગોળીબાર કર્યો, જેમાં એક દાણચોર ઘાયલ થયો હતો.
જો ઘટના અંગે વાત કરીએ તો આ ઘટના રવિવારની મોડી રાત્રીની હોવાનું કહેવાય રહ્યું છે પાકિસ્તાની દાણચોરોની હિલચાલ જોઈ જવાનોએ ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે બીએસએફ અને પંજાબ પોલીસ ગપાસે સતલજ નદીના કિનારે સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આ ગતિવિઘિ જોવા મળી હતી.
અધિકારી પાસે મળેલી જાણકારી પ્રમાણે ધરપકડ કરાયેલા દાણચોરો પાસેથી હેરોઈનના 26 પેકેટ કે જે 29.26 કિલો ગ્રામ છે જે મળી આવ્યા હતા. આ સાથે જ ઘાયલ તસ્કરને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.જ્યારે એકની ઘરપકડ કરાઈ છે.