પઠાણ’ની 5માં દિવસે બમ્પર કમાણી,જાણો કેટલી કરી કમાણી
મુંબઈ:બોક્સ ઓફિસ પર પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ બધાની ચાંદી-ચાંદી થઈ ગઈ છે.શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની નોનસ્ટોપ કમાણી ચાલુ છે.દરરોજની કમાણી સાથે રેકોર્ડ બનાવી રહેલા પઠાણના ઓપનિંગ વીકએન્ડ કલેક્શનના કુલ આંકડા આવી ગયા છે.કિંગ ખાનના ચાહકો માટે આનંદની મોટી તક છે કારણ કે,પઠાણ 300 કરોડની નજીક પહોંચી ગયો છે.પાંચમા દિવસે એટલે કે રવિવારે પઠાણે ફરીથી બમ્પર કમાણી કરી.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણે રવિવારે ભારતમાં 65 કરોડનું જાદુઈ કલેક્શન કર્યું છે.પઠાણે 5 દિવસમાં કુલ 277 કરોડની કમાણી કરી છે.પઠાણના હિન્દી સંસ્કરણે બુધવારે 55 કરોડ, ગુરુવારે 68 કરોડ, શુક્રવારે 38 કરોડ, શનિવારે 51.5 કરોડની કમાણી કરી હતી.પ્રારંભિક વલણો એ છે કે,ફિલ્મે રવિવારે લગભગ 65 કરોડનું કલેક્શન કર્યું છે.આ સાથે જ ફિલ્મનું 5 દિવસનું કુલ કલેક્શન 277 કરોડની નજીક પહોંચી ગયું છે.બહુ જલ્દી પઠાણ પણ 300 કરોડનો જાદુઈ આંકડો પાર કરવા જઈ રહ્યો છે.
માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરની બોક્સ ઓફિસ પર પણ પઠાણનો ડંકો વાગી રહ્યો છે.આ ફિલ્મે 5 દિવસમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 550 કરોડની કમાણી કરી લીધી છે.શાહરૂખ ખાનના ચાહકો માટે આનંદથી નાચવાની આ તક છે.રવિવારે કિંગ ખાને મન્નતની બહાર ઉભેલા ચાહકોને પોતાની ઝલક બતાવી.કિંગ ખાનને જોઈને ચાહકો ઉત્સાહિત થઈ ગયા. બધાએ શાહરૂખ ખાનને પોતાના કેમેરામાં કેદ કરી લીધો.