1. Home
  2. ગુજરાતી
  3. અદાણી અમદાવાદ મેરેથોનની ચોથી એડિશનનુ એપ આધારિત રિમોટ રનીંગથી વર્ચ્યુઅલ આયોજન કરાશે
અદાણી અમદાવાદ મેરેથોનની ચોથી એડિશનનુ એપ આધારિત રિમોટ રનીંગથી વર્ચ્યુઅલ આયોજન કરાશે

અદાણી અમદાવાદ મેરેથોનની ચોથી એડિશનનુ એપ આધારિત રિમોટ રનીંગથી વર્ચ્યુઅલ આયોજન કરાશે

0
Social Share
  • ભારતની અનોખી એપ્પ આધારિત વર્ચ્યુઅલ મેરેથોનનું અદ્યતન ટેકનોલોજી મારફતે આયોજન થશે. સામેલ થનાર ખેલાડીના સલામતિની ખાત્રી સાથે અનુભવની કસોટી થશે
  • આ મેરેથોનની થીમ #Run4OurSoldiers રહેશે. આ સમારંભ ભારતીય સશસ્ત્ર દળોના કલ્યાણ માટે સમર્પિત રહેશે
  • સ્પર્ધકે  કાપેલા અંતર માટે જીપીએસ ટ્રેકીંગનો ઉપયોગ થશે
  • 15 ઓગષ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે. દુનિયાભરમાંથી કોઈપણ વ્યક્તિ સામેલ થઈ શકશે. રજીસ્ટ્રેશનનું સમાપન થયા પછી રનરના આરોગ્ય અને સલામતિ અંગે વિસ્તૃત માર્ગરેખા બહાર પડાશે
  • દોડમાં સામેલ થનારે જે તે રાજ્યની સરકારોએ કોવિડ-19ની કટોકટીના સંદર્ભમાં બહાર પાડેલી સાવચેતીની માર્ગરેખાઓનું પાલન કરવાનું રહેશે

ભારત, તા.11 ઓગષ્ટ, 2020: અદાણી અમદાવાદ મેરેથોન (AAM) ની ચોથી એડીશન તેની અગાઉથી નિર્ધારિત તા.29 નવેમ્બર, 2020ના રોજ યોજાશે. જો  કે હવે તે વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાશે.

કોરોના મહામારીને કારણે ઉભા થયેલા અવરોધોને કારણે #Run4OurSoldiersઈવેન્ટ તેમાં સામેલ થનાર સ્પર્ધોકાના જીપીએસ ટ્રેકીંગ મારફતે રિમોટ રનીંગ વડે યોજાશે.

તેની અગાઉની એડીશન કરતાં નોંખી પડતી આ સ્પર્ધાના રજીસ્ટ્રેશનમાંથી પ્રાપ્ત થયેલી 100 ટકા રકમ ભારતીય સશસ્ત્ર દળોના કલ્યાણ માટે આપવામાં આવશે.

પ્રસિધ્ધ ઈન્ટરનેશનલ એથેલેટ અને કોચ નૂરી વિલિયમસન એએએમ-2020 ના રેસ ડિરેક્ટર તરીકે નિમાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 30 હજાર કરતાં વધુ સ્પર્ધકોને માર્ગદર્શન આપનાર  ટોચના 4 મેરેથોન દોડવીરમાં તેમનો સમાવેશ થાય છે.

સૌ પ્રથમ વખત વર્ચ્યુઅલ અનુભવ બાબતે સ્પર્ધકોના અજંપાને ધ્યાનમાં લઈને એએએમદ્વારા અનુક્રમે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના અંતમાં બે વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરી સ્પર્ધકોને મેરેથોન ડે ના અનુભવ માટે તૈયારી કરવા પ્રોત્સાહિત કરાશે. કોવિડ-19 મહામારીને કારણે ઉભા થયેલા જોખમને ધ્યાનમાં લઈને ખાસ કરીને મેદસ્વી, ડાયાબિટીસ અને હાયપર ટેન્શન ધરાવનાર લોકોનો 5 કી.મી.  અને 10 કી.મી.નો ટ્રાયલ રન લઈને પસંદગી કરાશે, પરંતુ તેમને મહામારી અંગે પૂરતી ચેતવણી આપી માહિતગાર કરવામાં આવશે.

આ સ્પર્ધા માટેનું રજીસ્ટ્રેશન 15 ઓગષ્ટ, 2020ના રોજ ખૂલશે. સ્પર્ધામાં સામેલ થવા ઈચ્છતા લોકો આ ઈવેન્ટ અંગેની વિસ્તૃત માહિતી www.ahmedabadmarathon.comઉપરથી તથા વિવિધ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ મારફતે મેળવી શકશે. અદાણી અમદાવાદ મેરેથોનના ફાયનલ વર્ચ્યુઅલ ઈવેન્ટ અંગેની રેસ કેટેગરી દર વર્ષે નવેમ્બર માસના છેલ્લા વીકએન્ડમાં જાહેર કરવામાં આવે છે અને તેને અગાઉની એડીશન્સની ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કી.મી. અને 5 કી.મી.ની દોડ સાથે જોડવામાં આવે છે.

આયોજકો પણ સ્પર્ધકો માટે આરોગ્ય અને સલામતિ બાબતે વિસ્તૃત માર્ગરેખાઓ બહાર પાડશે. સ્પર્ધકોએ જે તે રાજ્ય સરકારે બહાર પાડેલ કોવિડ-19 માર્ગરેખાઓ બાબતે સાવચેતીના પગલાંઓનું પાલન કરવાનું રહેશે.

વિજેતાઓનું મેડલ અને પ્રમાણપત્રોથી બહુમાન કરવામાં આવશે. સ્પર્ધામાં સામેલ થનાર દરેક સ્પર્ધકને ટીશર્ટ તથા સ્પર્ધા પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવશે. સશસ્ત્ર દળોમાંથી સ્પર્ધામાં સામેલ થનાર સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે નહીં.

એગ્રો, ઓઈલ એન્ડ ગેસના એમડી, પ્રણવ અદાણી જણાવે છે કે “કોવડ-19ની કટોકટીને કારણે તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણની બાબત ઉપર ભાર મૂકાઈ રહ્યો છે. દોડ એ આપણાં શારીરિક અને માનસિક આરોગ્યની વૃધ્ધિ તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો ઉત્તમ માર્ગ ગણવામાં આવે છે. આથી અમે ટેકનોલોજી આધારિત હરણફાળ ભરીને વર્ચ્યુઅલ સ્પેસના પ્લેટફોર્મ પર ઈવેન્ટ યોજવાનું આયોજન કર્યું છે, જેના કારણે લોકોની સુરક્ષા જળવાઈ રહેશે અને અદાણી ગ્રુપ ભારતીય સશસ્ત્ર દળોના કલ્યાણ માટેના તેના વિઝનમાં કટિબધ્ધ રહેશે. અમારી #Run4OurSoldiersકોઈપણ રીતે અટકશે નહીં.”

રેસ ડિરેક્ટર નૂરી વિલિયમસન જણાવે છે કે “રેસ એપ્પ અને પોસ્ટ ઈવેન્ટ રિઝલ્ટસમાં એવા અનેક ફીચર્સ છે કે જે સ્પર્ધકોને વર્ચ્યુઅલ ઈવેન્ટ દરમ્યાન અને તે પછી પોતાનું પર્ફોર્મન્સ મોનિટર કરવાની તક આપશે. દરેક સ્પર્ધક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં પોતાના દેખાવને એક સંપૂર્ણ નવા પાસાથી જાણી શકશે. પ્રથમ ઈવેન્ટથી ચાલુ કરીને સ્પર્ધકો બીજી વર્ચ્યુઅલ રેસ માટે અને અદાણી મેરેથોનના અંતર અંગે 29 નવેમ્બરના વીકએન્ડમાં યોજાનાર મેરેથોન અંગે કોચીંગ અને તાલિમ અંગે માર્ગદર્શન મેળવવાનું શક્ય બનશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આ વ્યવસ્થા દ્વારા સ્પર્ધકને સ્પર્ધાથી ત્રણ માસ અગાઉ રિયલ ટાઈમ રેસ માટે શક્ય તેટલો ઉત્તમ અનુભવ પૂરો પાડી શકાશે અને પર્ફોર્મન્સ તથા સ્પર્ધા પછીની ઓળખ અને સેલિબ્રેશન અંગે અર્થપૂર્ણ તુલના થઈ શકશે.”

અદાણી ગ્રુપ અંગેઃ

અદાણી ગ્રુપ એ 13 અબજ ડોલરની આવક અને 29 અબજ ડોલરની માર્કેટ કેપ ધરાવતી વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે, જેમાંની 6 કંપનીઓ શેર બજારમાં નોંધાયેલી છે. આ જૂથે વિશ્વસ્તરના પરિવહન અને યુટીલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોનું નિર્માણ કરીને દેશ વ્યાપી હાજરી વિસ્તારી છે. અદાણી ગ્રુપનું વડુ મથક ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. વિતેલા વર્ષોમાં અદાણી જૂથો ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક્સ અને એનર્જી યુટીલિટી પોર્ટફોલિયો બિઝનેસમાં માર્કેટ લીડર તરીકે સ્થાન મેળવીને ભારતમાં ઓએન્ડએમ પ્રણાલિ દ્વારા મોટા પાયે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધરાવતી સીમાચિહ્નરૂપ  માળખાગત સુવિધાઓ વિકસાવી છે.

અદાણી પોતાની સફળતા અને અગ્રણી સ્થાન માટે તથા સાતત્યપૂર્ણ વિકાસ માટે ‘ગ્રોથ અને ગુડનેસ’ થી પ્રેરિત ‘રાષ્ટ્રનિર્માણ’ની માર્ગદર્શક વિચારધારાને કારણરૂપ  ગણાવે છે. અદાણી જૂથ ક્લાયમેટ પ્રોટેક્શન અને તેના સીએસઆર કાર્યક્રમો દ્વારા  વિવિધ સમુદાયો સુધી પહોંચ વિસ્તારીને પર્યાવરણ, વૈવિધ્ય અને મૂલ્યોનાં આદાન-પ્રદાનના સિધ્ધાંત આધારિત કામગીરી કરવાનું ધ્યેય ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code