1. Home
  2. ગુજરાતી
  3. ચીનમાં કોરોના બાદ હવે પુરનું સંટક – એક સદી બાદ જોવા મળ્યું ચીનનું આટલું ભંયકર સ્વરુપ
ચીનમાં કોરોના બાદ હવે પુરનું સંટક – એક સદી બાદ જોવા મળ્યું ચીનનું આટલું ભંયકર સ્વરુપ

ચીનમાં કોરોના બાદ હવે પુરનું સંટક – એક સદી બાદ જોવા મળ્યું ચીનનું આટલું ભંયકર સ્વરુપ

0
Social Share
  • ચીનમાં કોરોનાનો કહેર અને હવે પુરનું સંકટ
  • ચીનમાં સર્જાઈ છે અનાજની અછત
  • પુરના કારણે 6 કરોડ લોકો અસરગ્રસ્ત
  • અનેક ખેતરોમાં પાકને નુકશાન
  • છેલ્લા 100 વર્ષ બાદ જોવા મળી ચીનની કફોડી હાલત

કોરોના સંકટ બાદ હવે ચીન પુરની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે,લાખો લોકો ઘરથી બેઘર બન્યા છે,ચારે તરફ તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે,જાણે કુદરત ચીન પર પોતાનો પ્રકોપ વરસાવી રહી છે,અહીં પુરપની સ્થિમાં ફસાયેલા લોકોને સહી સલામત અન્ય સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે,પુરના કારણે ખેતીના પાકને મોટૂ નુકશાન થવા પામ્યું છે જેની અસર સામાન્ય જનતા પર થઈ શકે છે.

ચીનમાં આવેલા આ પુરથી જે સ્થિતિ સર્જાય છે તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 100 વર્ષ પછી આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે ,આ વર્ષના પુરે ચીનનો રેકોર્ડ તોડ્યો છે,યૈન્ગસેની 400 જેટલી નાની મોટી નદીઓમાં પુરની સ્થિતિ વકરી છે,મે મહિનાથી સતત વરસતા વરસાદને કારણે હાલાત ગંભીર બન્યા છે, જુનનો મહિનો આવતા સુધી તો ચીનના મોટા ભાગના વિસ્તારો પુરથી અસરગ્રસ્ત બન્યા છે,હાલ પુરની સ્થિતિ વચ્ચે પણ વરસાદનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે.

યૈન્ગસે નદીના આજુબાજુમાં વસતા 6 કરોડ લોકો આ સંકટની ઝપેટમાં આવી ચૂક્યા છે,અંદાજે દોઢ કરોડ એકર જમીનના પોકનો નાશ થયો છે,અનાજનું નુકશાન તો થયું જ છે તે પણ એવા સમયે કે જ્યારે વિતેલા મહિનામાં વરસાદના કારણે કેટલાક ખેતરોમાં વાવણી જ કરવામાં નહોતી આવી અને ત્યાર બાદ જે કઈ ખેતરોમાં વાવણી થઈ હતી તે પુરના કારણે બરબાદ થઈ છે,ચીનની ઈમરજન્સી મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે આ પુરના કારણે કેટલાય મિલિયન ડોલરનું નુકશાન થઈ ચૂક્યું છે.

આ પહેલા ચીનની અર્થવ્યવસ્થા કોરોના વાયરસના કારણે પડી ભાંગી હતી,તેવી સ્થિતિમામં હવે પુરના કારણે ચીન દેશમાં તબાહી સર્જાઈ છે,છેલ્લા કેટલાય સમયથી અહીં અનાજની અછત પણ જોવા મળી રહી છે,જેના કારણે ચીનએ અનાજની આયાત વધારવી પડી છે

હાલની સ્થિતિમાં ચીન સૌથી વધુ અનાજ બહારના દેશઓ પાસેથી ખરીદી રહ્યું છે,અમેરિકા,ઓસ્ટ્રેલિયા,કેનેડા અને જાપાન જેવા દેશો સાથે છેલ્લા કેટલાક સમયથી ચીનનો તણાવ વધ્યો છે,જો સ્થિતિ આગળ જતા પણ આ પ્રકારે જ રહેશે તો કદાચ ચીનને અનાજ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે।

ચીન કોરોના બાદ પુરની સ્થિતિમાં છે છત્તાં પણ તેની અકડ એ જ છે,ચીનનું વલણ ઘણા દેશો પ્રત્યે ખરાબ જોવા મળી રહ્યું છે હાલ કાશ્મીર મુદ્દે ચીન પાકિસ્તાનના પડખે ઊભુ છે પરંતુ પાકિસ્તાન અને ચીન બન્ને દેશો ભારતનું કંઈજ બગાડી શકતા નથી દરેક મોરચે તેઓ હારનો સામનો કરી રહ્યા છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code