1. Home
  2. ગુજરાતી
  3. અદાણી પોર્ટસ ડીવીએસ રાજુ પરિવાર પાસેથી ગંગાવરમ પોર્ટનો 58.1 ટકાનો નિયંત્રક હિસ્સો રૂ.3604 કરોડમાં ખરીદશે

અદાણી પોર્ટસ ડીવીએસ રાજુ પરિવાર પાસેથી ગંગાવરમ પોર્ટનો 58.1 ટકાનો નિયંત્રક હિસ્સો રૂ.3604 કરોડમાં ખરીદશે

0
Social Share
  • APSEZ ડીવીએસ રાજુ અને પરિવાર પાસેથી ગંગાવરમ પોર્ટ લિ. (GPL) નો 58.1 ટકાનો નિયંત્રક હિસ્સો રૂ.3604 કરોડમાં ખરીદશે તેથી તેનો હિસ્સો 89.6 ટકા થશે
  • GPL તેના વ્યૂહાત્મક સ્થાન અને મજબૂત હીન્ટરલેન્ડને કારણે 250 MMT પોર્ટ  બનવા માટે સક્ષમ છે
  • APSEZના પ્લેટફોર્મને કારણે GPLનો માર્કેટ શેર અને કાર્ગો વધશે અને સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થશે
  • APSEZ તેના આંધ્ર પ્રદેશનાં 2 પોર્ટ (કૃષ્ણાપટ્ટનમ અને ગંગાવરમ) ને કારણે તેના ગ્રાહકોને  વધુ ઉપાયો પૂરા પાડી શકશે
  • આ હસ્તાંતરણથી APSEZ મુખ્યત્વે પશ્ચિમ સાગરકાંઠાની પોર્ટ કંપનીમાંથી દેશવ્યાપી કાર્ગો યુટિલિટી બનવાની વ્યૂહરચના આગળ ધપાવશે

અમદાવાદ, ભારત, તા.23 માર્ચ, 2021: ભારતની સૌથી મોટી પોર્ટસ અને લોજીસ્ટીક્સ કંપની  અને વિવિધીકરણ ધરાવતા અદાણી ગ્રુપની ફલેગશીપ ટ્રાન્સપોર્ટેશન શાખા અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (APSEZ) ડીવીએસ રાજુ અને  પરિવારનો  ગંગાવરમ પોર્ટ લિમિટેડ (GPL)નો 58.1 ટકા હિસ્સો હસ્તગત કરી રહી છે. આ હસ્તાંતરણનુ મૂલ્ય રૂ.3,604 કરોડ ગણવામાં આવે છે અને તે નિયમનલક્ષી મંજૂરીઓને આધિન રહેશે. APSEZ એ તા.3 માર્ચ, 2011ના રોજ GPLનો વૉરબર્ગ પિનકર્સનો 31.5 ટકા  હિસ્સો હસ્તગત કર્યો હતો તેથી આ હસ્તાંતરણ સાથે APSEZનો કુલ હિસ્સો 89.6 ટકા થશે.

GPL ભારતના  દક્ષિણ સાગરકાંઠે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ પોર્ટ પાસે આવેલું છે. તે 64 MMT ક્ષમતા ધરાવતું આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી કન્સેશનલ એગ્રીમેન્ટ હેઠળ સ્થપાયેલું આંધ્ર પ્રદેશનું બીજા નંબરનું સૌથી મોટું નૉન-મેજર પોર્ટ છે. આ કરાર 2059 સુધી ચાલુ રહેશે. આ  બંદર બારમાસી, ડીપ વોટર, મલ્ટીપર્પઝ પોર્ટ છે, જે 2,00,000 DWT ક્ષમતા સુધીના સંપૂર્ણપણે લદાયેલા સુપર કેપ સાઈઝ જહાજોના હેન્ડલીંગની ક્ષમતા ધરાવે છે. હાલમાં જીપીએલ 9 બર્થનું સંચાલન કરે છે અને તેની ફ્રી હોલ્ડ લેન્ડ ~1,800  એકરની છે, જે 31 બર્થ સાથે 250 MMTPA ક્ષમતા સુધી વિસ્તારવાનો માસ્ટર પ્લાન ધરાવે છે. GPL ભવિષ્યની વૃધ્ધિ માટે સંપૂર્ણપણે સક્ષમ છે

GPL કોલસો,  આયર્ન ઓર, ફર્ટિલાઈઝર, લાઈમ સ્ટોન, બોક્સાઈટ, ખાંડ, એલ્યુમિનિયમ અને સ્ટીલ સહિતની વિવિધ પ્રકારના ડ્રાય અને બલ્ક કોમોડિટીઝ હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. જીપીએલ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ભારતના 8 રાજ્યોમાં વિસ્તરેલા અત્યંત વિસ્તૃત વ્યાપક હીન્ટરલેન્ડનું ગેટવે પોર્ટ છે.

GPLને APSEZ ના દેશવ્યાપી વ્યાપ, લોજીસ્ટીક્સના સંકલન, ગ્રાહકલક્ષી  વિચારધારા, સંચાલનની કાર્યક્ષમતા અને મજબૂત સરવૈયાનો લાભ મળશે અને માર્કેટ શેર તથા કાર્ગોના પ્રકારમાં વધારો કરીને બહેતર માર્જીન અને વળતર મેળવી શકશે.

નાણાંકિય 2020માં   GPLનું વોલ્યુમ 34.5 MMT,  આવક રૂ.1082 કરોડ અને એબીટા રૂ.634 કરોડ (59 ટકા માર્જીન) તથા કરવેરા પછીનો નફો રૂ.516 કરોડ હતો. GPL દેવા મુક્ત કંપની છે અને રૂ.500 કરોડથી વધુનું રોકડ બેલેન્સ ધરાવે  છે.

આ કંપનીની પેઈડઅપ શેર કેપિટલ 51.7 કરોડ શેરની છે, જેમાંથી ડીવીએસ રાજુ અને પરિવાર (પ્રમોટર) 51.8 ટકા હિસ્સો તથા આંધ્ર પ્રદેશ સરકાર 10.4 ટકા તથા વોરબર્ગ પિન્કર્સ 31.5 ટકા હિસ્સાની માલિકી ધરાવ છે.

APSEZ તા.3 માર્ચ, 2021ના રોજ વોરબર્ગ પિન્કર્સનો 31.5 ટકા હિસ્સો શેર દીઠ રૂ.120ના ભાવે ખરીદ્યો છે અને તે ડીવીએસ રાજુનો ~30 Cr shares (58.1%) નો હિસ્સો કે જેની કિંમત રૂ.3,604 કરોડ થાય છે તે હસ્તગત કરનાર છે. આ સોદાથી EV/EBITDA 8.9x અને P/E multiple of 12.0x છે. (નાણાંકિય વર્ષ 2020ના આધારે)  અને તે APSEZના શેર હોલ્ડર્સ માટે મૂલ્યમાં વધારો કરનાર બની રહેશે.

એપીએસઈઝેડના સીઈઓ અને હોલટાઈમ ડિરેક્ટર શ્રી કરણ અદાણી જણાવે છે કે “જીપીએલના હસ્તાંતરણથી વિસ્તાર કરાયેલ લોજીસ્ટીક્સ નેટવર્ક ઈફેક્ટનો લાભ મળશે અને તેનાથી બહેતર વેલ્યુનું નિર્માણ થશે, કારણ કે તે અમારા નેટવર્કમાં ઉમેરાયેલો એક વધારાનો નોડ બને છે તથા અમારા ગ્રાહકોને અમે સુસંકલિત અને બહેતર ઉપાયો પૂરાં પાડી શકીશું. આ સંદર્ભમાં GPL અમારા પોર્ટફોલિયોમાં એક અદ્દભૂત ઉમેરો બની રહેશે. સંલગ્ન હીન્ટરલેન્ડના કારણે અમે અત્યંત ઝડપથી વિકસતા પૂર્વ ક્ષેત્રના હીન્ટરલેન્ડ અને તેની સાથે જોડાયેલી લોજીસ્ટીક્સ એકરૂપતાનો લાભ મેળવી શકીશું. આનાથી આંધ્ર પ્રદેશના ઔદ્યોગિકરણમાં વૃધ્ધિને લાભ થશે. રાજુ પરિવારે એક ઉત્તમ પોર્ટનું નિર્માણ કર્યું છે અને અમે તેમણે પ્રારંભ કરેલી  આ વિશ્વસ્તરની એસેટસનું વિસ્તરણ કરીશું.”

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિ. અંગેઃ

અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથનો  હિસ્સો છે, જે ભારતમાં એક પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ કંપની બની છે. તે ગુજરાતમાં મુંદ્રા, દહેજ, કંડલા અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુ ગોવા, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમ અને કટુપલ્લી, ચેન્નાઈમાં એન્નોર, અને આંધ્ર પ્રદેશમાં ક્રિશ્નાપટનમ સહિત 12 વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ભારતમાં કુલ પોર્ટસ કેપેસીટીનો 24 ટકા હિસ્સો ધરાવતા પોર્ટસ અને ટર્મિનલ સાથે સૌથી મોટા પોર્ટ ડેવલપર છે અને કાંઠા વિસ્તાર તથા વિસ્તૃત હિન્ટર લેન્ડમાંથી કાર્ગોના મોટા જથ્થાનું પરિવહન કરે છે. કંપની કેરાલામાં વિઝીનજામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ અને મ્યાનમારમાં કન્ટેનર ટર્મિનલ વિકસાવે છે. અમારા “પોર્ટસ ટુ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ” માં પોર્ટસ ફેસિલીટીઝ, ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ કેપેબિલીટીઝ અને ઈન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક ઝોનનો સમાવેશ થતાં તે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં અનોખું સ્થાન ધરાવે છે. આગામી દાયકામાં અમારૂં વિઝન વિશ્વનું સૌથી મોટું પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025માં કાર્બન ન્યુટ્રલ બનવાના વિઝન સાથે એપીએસઈઝેડ ભારતમાં સૌ પ્રથમ અને વિશ્વમાં ત્રીજા નંબરનું સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશ્યેટીવ માટે એમિશનમાં ઘટાડો કરી ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રીયલ લેવલે 1.5 અંશ સે.ગ્રેડ સુધી નિયંત્રિત કરવાનું ધ્યેય ધરાવે છે.

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code