1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગ્રીન એનર્જીએ 1.35 અબજ યુએસ ડોલર ઉભા કર્યા
અદાણી ગ્રીન એનર્જીએ 1.35 અબજ યુએસ ડોલર ઉભા કર્યા

અદાણી ગ્રીન એનર્જીએ 1.35 અબજ યુએસ ડોલર ઉભા કર્યા

0
Social Share
એશિયાના સૌથી મોટા પ્રોજેકટ ફાયનાન્સમાં  ગણના પામે તેવું પેકેજ
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના નિર્માણ હેઠળના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં  12 આંતરરાષ્ટ્રીય બેંકોએ  સામેલ થઈ 1.35 અબજ યુએસ ડોલરની સિનિયર ડેબ્ટ ફેસિલીટી પૂર્ણ કરી છે
  • આ કામગીરી પૂર્ણ થતાં  AGEL તેના નિર્માણ હેઠળના  એસેટ પોર્ટફોલિયોને સંપૂર્ણ ભંડોળ પૂરા પાડવાની વ્યુહરચના  અને  વર્ષ 2025 સુધીમાં 25 GWના વિઝનથી એક કદમ નજીક પહોંચી છે
  • આ સુવિધાથી પ્રારંભમાં રાજસ્થાનમાં સ્થપાનારા 1.69 GW ના 4 સ્પેશ્યલ પર્પઝ વ્હિકલની (SPVs) ની સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટસ પોર્ટફોલિયોની નાણાંકિય સુવિધા પૂર્ણ થશે
  • આ ડીલ એશિયાના રિન્યુએબલ સેક્ટરમાં અત્યાર સુધીના સૌથી મોટા રિવોલ્વીંગ પ્રોજેક્ટ ફાયનાન્સીંગ ડીલ તરીકે ગણના પામે છે
  • આ સુવિધા ભારતનું સૌ પ્રથમ સર્ટિફાઈડ ગ્રીન હાઈબ્રીડ પ્રોજેક્ટ ધિરાણ બની  છે

અમદાવાદ, તા.18 માર્ચ, 2021: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL) અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકોના ગ્રુપ સાથે એક સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કરીને તેના નિર્માણ હેઠળના રિન્યુએબલ એસેટસ પોર્ટફોલિયો માટે 1.35 અબજ યુએસ ડોલરનું ડેબ્ટ પેકેજ હાંસલ કર્યું છે. આ રિવોલ્વીંગ પ્રોજેક્ટ ફાયનાન્સની સુવિધાથી પ્રારંભમાં રાજસ્થાનમાં નિર્માણ પામી રહેલા 1.69 GW ના સોલાર અને વિન્ડ રિન્યુએબલ  પ્રોજેકટસનાં  4 સ્પેશ્યલ પર્પઝ વ્હિકલની નાણાંકિય સુવિધા પૂર્ણ થશે.

આ કરાર મુજબ 12 આંતરરાષ્ટ્રીય બેંકો- સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ઈન્ટેસા, સેનપાઓલો એસ.પી.એ., એમયુએફજી બેંક, સુમીટોમો મીત્સુઈ બેંકીંગ કોર્પોરેશન, કોઓપરેટીવ રાબો બેંક યુ.એ., ડીબીએસ બેંક લિમિટેડ, મીઝુહો બેંક લિ., બીએનપી પારીબાસ, બારક્લેઝ બેંક પીએલસી, ડયુસ બેંક એજી, સિમેન્સ બેંક જીએમબીએચ, અને આઈએનજી બેંક એન.વી. એ આ નાણાંકિય સુવિધા માટે કટિબધ્ધતા વ્યક્ત કરી છે, જે ભારતની પ્રથમ સર્ટિફાઈડ ગ્રીન હાઈબ્રીડ પ્રોજેક્ટ લોન બની છે. આ ધિરાણ પ્રવાહથી AGEL ની AGEL ની લિક્વીડીટી મજબૂત થશે અને તેના નિર્માણ હેઠળની એસેટસને સંપૂર્ણ ભંડોળ પૂરૂં પાડવાની અને વર્ષ 2025 સુધીમાં 25 GW ની ક્ષમતા સુધી પહોંચવાના વિઝનને સારી રીતે પાર કરી શકશે.

આ સુવિધા AGEL ના એકંદર કેપિટલ મેનેજમેન્ટ પ્લાન માટે મહત્વનું ઘટક છે અને તેનાથી તેની વૃધ્ધિની મહેચ્છાઓને સંપૂર્ણ ભંડોળ પૂરૂં પાડી શકાશે. આ સુનિશ્ચિત કરારથી સંમતિ ધરાવતા સિધ્ધાંતો અને પ્રક્રિયાઓનું ફાયનાન્સીંગ ફ્રેમ વર્ક તૈયાર થશે, કે જેની હેઠળ AGEL ધિરાણકર્તા સાથે જોડાઈને તેના ભવિષ્યના તમામ પ્રોજેક્ટસ માટે નિર્ધારિત માપદંડ હેઠળ કાર્યક્ષમતાથી અને ઝડપભેર ધિરાણ મેળવી શકશે.

આ ધિરાણ સુવિધાથી અદાણી પોર્ટફોલિયો કંપનીઓના વિકાસની એકંદર વિચારધારા અનુસાર ઈન-હાઉસ વિકસાવાયેલા પ્રોજેક્ટ એક્સેલન્સ ફ્રેમવર્ક મારફતે મધ્યસ્થ સિધ્ધાંતોને અનુસરવાના તથા ડ્યુ ડિલીજન્સના સર્વોચ્ચ ધોરણોને આવરી લઈ તમામ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધોરણોનાં  પર્યાવરણ, સામાજીક અને વહિવટી (ESG) પાસાંઓને આવરી લેશે.

આ ગતિવિધી અંગે વાત કરતાં એજીઈએલના એમડી અને સીઈઓ વિનીત જૈન જણાવે છે કે “આ પેકેજથી  અમે રિન્યુએબલ ક્ષેત્રે અમલીકરણની વધુ એક ક્ષમતા પાકી થતી જોઈ રહ્યા છીએ. અમે ઓછામાં ઓછા ખર્ચે ગ્રીન ઈલેક્ટ્રોન તથા ગતિ અને વ્યાપ માટે કટિબધ્ધ છીએ, જે અમને અમારા માર્ગમાં ઘણાં આગળ રાખે છે.  અમે માનીએ છીએ કે  AGEL ના વિશ્વમાં સૌથી મોટી રિન્યુએબલ કંપની બનવાના વિઝનમાં ભંડોળના સ્રોતો પૂરાં પાડવાની કામગીરી ઊંડાણ અને વૈવિધ્ય દર્શાવે છે. જે બેંકો આ વ્યૂહાત્મક આર્થિક વ્યવહાર માટે કટિબધ્ધ થઈ છે તે અમારા રિન્યુએબલ એસેટસ પોર્ટફોલિયો માટે ગ્લોબલ કેપિટલ પ્રાપ્ત કરવા સુધી પહોંચવામાં મહત્વની ભાગીદાર બની છે. આ સુવિધાથી બેંકની મૂડીની રિસાયક્લીંગ જરૂરિયાતોની ખાત્રી થશે અને સમાન મૂડી AGEL ના ભવિષ્યના પ્રોજેક્ટ માટે પણ ઉપલબ્ધ થશે. આ સુવિધાના રિવોલ્વીંગ પ્રકારને કારણે AGEL વર્ષ 2025 સુધીમાં 25 GW નો પોર્ટફોલિયો હાંસલ કરી શકવા  ઉપરાંત  AGEL ભારતીય  રિન્યુએબલ સેક્ટરમાં આકર્ષક વૃધ્ધિ પણ હાંસલ કરી શકશે.”

આ સુવિધા માટે ધિરાણ આપવામાં દરેક  હસ્તાક્ષર કરનારે વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું ઉદાહરણ લઈએ તો તેણે આ સુવિધા માટે લીડ અન્ડરરાઈટર તરીકે, લીડ એરેન્જર તરીકે તથા બુકરનર (MLAB), એન્વાયરોમેન્ટ  ડ્યુ ડીલીજન્સ એડવાઈઝર, કો-ડોક્યુમેન્ટેશન બેંક અને કો-ગ્રીન કોઓર્ડીનેટર તરીકેની ભૂમિકા બજાવી છે. સમાન પ્રકારે MUFG બેંકે MLAB અને કો-ડોક્યુમેન્ટેશનની ભૂમિકા બજાવી છે. ડીબીએસ બેંકે MLAB બેંક તરીકે તથા મીઝુહો એ MLAB, ફાયનાન્સિયલ મોડેલીંગ બેંકની કામગીરી બજાવી છે. ઈન્ટેસા સાનપાઓલો એસ.પી.એ, સુમીટોમો મીત્સુઈ બેંકીંગ કોર્પોરેશન, કોઓપરેટીવ રાબો બેંક યુ.એ., બારક્લેઝ બેંક પીએલસી, ડયુસ બેંક એજી, સિમેન્સ બેંક જીએમબીએચ, અને આઈએનજી બેંક એન.વી. એ આ સુવિધા માટે MLABsની ભૂમિકા બજાવી છે.

અન્ય પાર્ટનર્સમાં લાથમ એન્ડ વૉટકીન્સ એલએલપી અને લૂથરા એન્ડ લૂથરા બોરોઅર કાઉન્સેલ, લેન્ડર્સ કાઉન્સેલ તરીકે લીંકલેટર્સ અને સિરીલ અમરચંદ મંગળદાસનો તથા ટ્રેક્ટાબેલ એન્જીનિયરીંગ પ્રા.લિમિટેડે લેન્ડર્સના  ટેકનિકલ એડવાઈઝર તરીકે કામગીરી બજાવી છે. યુએલની કામગીરી લેન્ડરના એનર્જી યીલ્ડ એસેસમેન્ટ કન્સલ્ટન્ટ તરીકેની, ઈઆરએમે લેન્ડરના એન્વાયર્મેન્ટલ અને સોશ્યલ કન્સલ્ટન્ટ તરીકેની કામગીરી બજાવી છે. આર્કાડીસે લેન્ડરના એન્વાર્યમેન્ટ એન્ડ ડ્યુ ડીલીજન્સ કન્સલ્ટન્ટ તરીકે તથા ડેલોઈટે ફાયનાન્સિયલ મોડલ ઓડિટ કન્સલ્ટન્ટ તરીકે, માર્શે લેન્ડરના ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે તથા કેપીએમજીએ ગ્રીન લોન માટે સ્વતંત્ર એસ્યોરન્સ પ્રોવાઈડર તરીકેની કામગીરી બજાવી છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગેઃ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (“AGEL”) એ 14815 MWનો સૌથી મોટો, કાર્યરત, બાંધકામ હેઠળના અને એનાયત થયેલા પ્રોજેક્ટસના સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવતા ભારતના અદાણી ગ્રુપનો હિસ્સો છે. તે ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝને સર્વિસીસ પૂરી પાડે છે. કંપની યુટીલિટી-સ્કેલ ગ્રીડ કનેક્ટેડ સોલર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટસ વિકસાવીને તેનું નિર્માણ, માલિકી, સંચાલન અને માવજત કરે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના મહત્વના ગ્રાહકોમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (“NTPC”) અને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (“SECI”) અને વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં લીસ્ટીંગ કરવામાં આવેલી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ હાલમાં 25.03 અબજ યુએસ ડોલરની માર્કેટ કેપ ધરાવે છે અને ભારતને  COP21ના ધ્યેય હાંસલ કરવામાં સહાય કરે છે. આ અગાઉ આ વર્ષે યુએસ સ્થિત થીંક ટેન્ક મર્કોમ કેપિટલે અદાણી ગ્રુપને નંબર-1 ગ્લોબલ સોલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનો પ્રથમ રેન્ક આપ્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code