1. Home
  2. ગુજરાતી
  3. ઉર્જા બજારોમાં ગતિવિધીથી આગામી બે દાયકામાં ટ્રિલીયન ડોલરથી વધુ મૂલ્યનું સર્જન થશેઃ સિંગાપુર ફીનટેક ફેસ્ટીવલ 2020માં ગૌતમ અદાણીનું પ્રવચન
ઉર્જા બજારોમાં ગતિવિધીથી આગામી બે દાયકામાં ટ્રિલીયન ડોલરથી વધુ મૂલ્યનું સર્જન થશેઃ સિંગાપુર ફીનટેક ફેસ્ટીવલ 2020માં ગૌતમ અદાણીનું પ્રવચન

ઉર્જા બજારોમાં ગતિવિધીથી આગામી બે દાયકામાં ટ્રિલીયન ડોલરથી વધુ મૂલ્યનું સર્જન થશેઃ સિંગાપુર ફીનટેક ફેસ્ટીવલ 2020માં ગૌતમ અદાણીનું પ્રવચન

0
Social Share

દુનિયામાં જે રીતે ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ થઈ રહ્યો છે  અને આ ક્ષેત્રે જે રીતે પરિવર્તનો થઈ રહ્યા છે તે  અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપતું વધુ એક પ્રવચન અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તા.9 ડિસેમ્બરના રોજ આપ્યું હતું.

સમાજના દરેક ક્ષેત્રોમાં ઝડપભેર થઈ રહેલી ટેકનોલોજી આધારિત ગતિવિધીઓનો ઉલ્લેખ કરતાં આ ફર્સ્ટ જનરેશન ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે નવા બિઝનેસ મોડલના ઉદ્દભવ સાથે જે વ્યાપક પ્રમાણમાં ગતિવિધીઓ થવાની સંભાવના છે તેને કારણે  હવે  એનર્જી  બિઝનેસના પરિવર્તનકારી યુગ તરીકે ઈતિહાસ આ ગતિવિધીઓને  યાદ રાખશે.

તેમણે જણાવ્યું હતું કે “ઉર્જા બજારોમાં જે ગતિવિધીઓ થઈ રહી છે તેના કારણે આગામી બે દાયકામાં ટ્રિલીયન ડોલર કરતાં વધુ મૂલ્યનું નિર્માણ થશે. વધુ મહત્વની બાબત એ છે કે વિજળીના અભાવ વચ્ચે જીવતા કરોડો લોકો માટે “આશા” નું નિર્માણ થશે.”

શ્રી અદાણી કે જેમને ક્લિન એનર્જી તરફ જવાની દિશા માટે ગ્લોબલ થોટ લીડર અને વિઝનરી ઉદ્યોગસાહસિકતા ધરાવતા વ્યક્તિ ગણવામાં આવે છે તેમણે આ સુમાહિતગાર ફોરમને જણાવ્યું હતું કે સ્ટીમ એન્જીનના યુગ કરતાં આજનો યુગ વધુ  ગતિવિધી ધરાવે છે. રિન્યુએબલ ક્ષેત્ર અંગે પોતાની મજબૂત માન્યતા બાબતે પુનરોચ્ચાર કરતાં તેમણે દિશા નિર્દેશ કર્યો હતો કે ગ્રીન એનર્જી સોલ્યુશન્સ કેન્દ્રિત અને વિકેન્દ્રીત ધોરણે અર્થતંત્રોના વ્યાપ વચ્ચે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો ભેદ  ઘટાડી રહ્યા છે.

અદાણી ગ્રુપના સ્થાપકના જણાવ્યા મુજબ ગતિશીલતા ધરાવતા વિજળીકરણને કારણે ઉર્જા ક્ષેત્રે નવી ગતિવિધીનું નિર્માણ થયું છે. બેટરી કેમેસ્ટ્રીઝના નવા સ્વરૂપો, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ડિમાન્ડ રિસ્પોન્સ સિસ્ટમ્સ અન ડીજીટાઈઝેશનનું ઉચ્ચ સ્તર શક્ય બન્યું છે.

“જે રીતે સ્ટીમ એન્જીન મારફતે કોલસાની ઉર્જાનો ઉપયોગી મિકેનિકલ પાવર તરીકે પરિવર્તન કરીને અસરકારક ઉપયોગનો પાયો નંખાયો હતો તે રીતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે માનવ જાતે હજુ સુધી જાણકારી મેળવી નથી તેવા ઓછા ખર્ચે દરેક જાણીતી પ્રક્રિયાઓનું કાર્યક્ષમ  રીતે વિજળીકરણ કરવાના સાધનો પૂરાં પાડીને ભારત કદાચ તેની ક્ષમતા મારફતે દુનિયામાં આગેવાની લઈ રહ્યું છે.”

ગ્લોબલ સ્ટાર્ટઅપ્સ, બિઝનેસ લીડર, ઈન્વેસ્ટર, ઈનોવેશન કરનાર સમુદાય અને આ સમગ્ર તંત્રની કંપનીઓના વિશિષ્ટ શ્રોતાઓ સમક્ષ વાત કરતાં “શ્રી અદાણીએ  ફ્રેન્ચ પ્રેસિડેન્ટ હોલેન્ડે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015ની સીઓપી સમીટ ખાતે આપેલા ઐતિહાસિક પ્રવચનની યાદ  અપાવતાં જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સનો પ્રારંભ એ એક અભૂતપૂર્વ ઘટના છે, કારણ કે તેની મારફતે સમાન ઉદ્દેશથી 121 રાષ્ટ્રો સંગઠીત થયા છે. આપબળે આગળ વધેલા આ ઉદ્યોગ સાહસિકે આ પરિવર્તનમાં તેમના દેશ ભારતની ભૂમિકા અંગે ભારપૂર્વક વાત કરી હતી.”

“ભારતના અભિગમને નજીકના ભૂતકાળમાં બીએનઈએફ ક્લાયમેટ સ્કોપ અભ્યાસમાં સમર્થન આપવામાં આવ્યુ છે અને દેશને  ક્લિન એનર્જીમાં વર્ષ 2030 સુધીમાં 450 GW  નું ધ્યેય હાંસલ કરવાના પંથે આગળ વધી રહેલું મોખરાનું ઉભરતું બજાર ગણાવવામાં આવ્યું છે. આગળ ધપવાની આ ગતિ અભૂતપૂર્વ છે. વર્તમાન સ્થિતિ મુજબ ભારત બાંધકામ હેઠળના અથવા ટેન્ડરની પ્રક્રિયા હેઠળની વધુ 80GW રિન્યુએબલ ક્ષમતા તરફ આગળ વધી રહ્યું છે. વાસ્તવમાં ભારત એ એક માત્ર એવો જી20 દેશ છે કે જેની કામગીરીથી ડિકાર્બોનાઈઝેશનના દર અંગે આપેલુ  વચન પાળી શક્યો  છે.”

રાષ્ટ્ર નિર્માણની વિચારધારા ધરાવતા અદાણીએ જણાવ્યું કે તેમના દ્વારા સ્થાપિત સુસંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા એ ભારતમાં જલવાયુ પરિવર્તનના ધ્યેય હાંસલ કરવામાં નોંધપાત્ર  ભૂમિકા બજાવી છે. માત્ર 5 વર્ષ જૂની કંપની હોવા છતાં ગ્રુપનો રિન્યુએબલ બિઝનેસ વર્ષ 2030 સુધીમાં 25 GW ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ કંપની બનાવવા માટે સજ્જ છે તેવું તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું હતું.

સમાપનમાં તેમણે જણાવ્યું હતું કે “વિશ્વની ગ્રીન એનર્જી ક્રાંતિમાં ભારતનું મહત્વ અને માર્કેટ સાઈઝ અદ્વિતિય છે. હા, સ્પર્ધાત્મક હોવા છતાં તે  64 અબજ ડોલરનું જંગી વિદેશી મૂડી રોકાણ આકર્ષી શક્યુ છે. મને વ્યક્તિગત રીતે આ મજલમાં સહભાગી થવાની તક રોમાંચિત કરે છે અને અદાણી જૂથ અગાઉ ક્યારેય જોવા ના મળ્યો હોય તેવા સૌથી ઝડપી ડિકાર્બોનાઈઝેશનનો દર પૂરવાર કરશે .”

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code