1. Home
  2. ગુજરાતી
  3. બિટકોઇનના ભાવમાં 2000 ડૉલરનું ગાબડું, માર્કેટ કેપમાં પણ 20 અબજ ડોલરનો ઘટાડો

બિટકોઇનના ભાવમાં 2000 ડૉલરનું ગાબડું, માર્કેટ કેપમાં પણ 20 અબજ ડોલરનો ઘટાડો

0
Social Share
  • બિટકોઇનમાં સતત ધોવાણ
  • બિટકોઇનના ભાવમાં 2000 ડોલરનો કડાકો
  • માર્કેટ કેપમાં 20 અબજ ડોલરનો ઘટાડો

નવી દિલ્હી: એક સમયે ક્રિપ્ટોકરન્સીનો ભાવ ખૂબ જ ઉંચે જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ક્રિપ્ટોકરન્સીમાં સતત ધોવાણ થઇ રહ્યું છે અને રોકાણકારોને ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે. જૂન અંતે પૂરા થયેલા ત્રિમાસિકામાં બિટકોઇનના ભાવમાં 40-45 ટકાનું ગાબડું પડ્યા પછી આજે જુલાઇના પ્રારંભમાં પણ નરમાઇ જોવા મળતા ખેલાડીઓમાં નિરાશા વ્યાપી હતી.

પુટ કોલ રેશિયોમાં ઘટાડો થતા બિટકોઇનમાં કડાકો બોલી ગયો હતો. બિટકોઇનના ભાવ આજે ઉંચામાં 35200 થી 35201 ડોલર થયા પછી નીચામાં ભાવમાં 33011 થી 33012 ડૉલર થઇ 33568 થી 33569 ડૉલર રહ્યા હતા.

બિટકોઈનમાં આજે 30થી 31 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા બજાર ભાવ ઘટતાં બિટકોઈનનું માર્કેટ કેપ 649થી 650 અબજ ડોલરથી ઘટી 629થી 630 અબજ ડોલરના મથાળે ઉતરી ગયું હોવાનું બજારના સૂત્રોએ ઉમેર્યું હતું. અમેરિકામાં હવે શુક્રવારે (આજે) બહાર પડનારા જોબગ્રોથના આંકડાઓ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.

દરમિયાન, અમેરિકામાં આજે બહાર પડેલા જોબલેસ કલેઈમ્સના બેરોજગારીના દાવાઓમાં ઘટાડો થતાં ત્યાં જોબ માર્કેટ ફરી મજબુત બની રહ્યાનો સંકેત મળ્યો ન હતો. આવા બેરોજગારીના દાવાઓ ત્યાં 411000થી ઘટી 364000 આવ્યાના સમાચાર હતા.

વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ વધ્યા પછી ઉંચેથી નીચે ઉતર્યાના નિર્દેશો મળ્યા હતા. બિટકોઈનમાં હવે નીચામાં 33 હજાર તથા ત્યારબાદ 30 હજાર ડોલરની સપાટીઓ મહત્ત્વની સપોર્ટ સપાટીઓ મનાઈ રહી છે. ઈન્સ્ટીટયુશન્સ માંગ હાલ ધીમી રહી છે.

જોકે સોરોસ ફંડ મેનેજમેન્ટ બિટકોઈનમાં ટ્રેડીંગ શરૂ કર્યાની ચર્ચા પણ આજે વિશ્વબજારમાં સંભળાઈ હતી. દરમિયાન, ઓપશન્સના ઓપન ઈન્ટરેસ્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં આજે ઈથેરના ભાવ ઉંચામાં 2286થી 2287 ડોલર થયા પછી નીચામાં ભાવ 2090થી 2091 થઈ 2100થી 2101 ડોલર રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code