Homeગુજરાતીવીડિયોકોન કેસ: EDએ બેંકના પૂર્વ એમડી ચંદા કોચરના પતિ દીપક કોચરની કરી...

વીડિયોકોન કેસ: EDએ બેંકના પૂર્વ એમડી ચંદા કોચરના પતિ દીપક કોચરની કરી ધરપકડ

  • આઇસીઆઇસીઆઇ બેંક અને વીડિયોકોન કેસનો મામલો
  • ઇડીએ ICICI બેંકના ભૂતપૂર્વ એમડી-સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની કરી ધરપકડ
  • ઇડીએ અગાઉ ચંદા કોચર અને પરિવારની 78 કરોડની સંપત્તિ કરી હતી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ICICI બેંક અને વીડિયોકોન કેસમાં ICICI બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે.

આપને જણાવી દઇએ કે અગાઉ જાન્યુઆરી મહિનામાં ઇડીએ ચંદા કોચર અને તેમના પરિવારની સંપત્તિને જપ્ત કરી હતી. ઇડીએ કુલ 78 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં મુંબઇમાં એક ફ્લેટ અને ચંદાના પતિની કંપનીની પ્રોપર્ટી સામેલ હતી.

નોંધનીય છે કે, ઈડીએ ગયા વર્ષે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, ધૂત અને અન્ય કેટલાકની વિરુદ્ધ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વીડિયોકોન સમૂહને 1,875 કરોડ રૂપિયાના દેવાની મંજૂરી આપવા મામલે કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ કેસ દાખલ કર્યો હતો.

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular