1. Home
  2. ગુજરાતી
  3. હવે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓએ ભારતમાં 2% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે
હવે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓએ ભારતમાં 2% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે

હવે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓએ ભારતમાં 2% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે

0
Social Share
  • કેન્દ્ર સરકારે વર્ષ 2021ના બજેટમાં વિદેશી ઇ-કોમર્સ પર 2 ટકાનો વધારાનો ટેક્સ લગાવ્યો
  • આ ટેક્સ ઑનલાઇન સામાન વેચતી-સેવાઓ આપતી બન્ને પ્રકારની કંપનીઓ પર લાગશે
  • આ માટે સરકારે ફાઇનાન્સ એક્ટ 2016ની ઘણી કલમોમાં ફેરફાર કર્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વર્ષ 2021ના બજેટમાં વિદેશી ઇ-કોમર્સ પર 2 ટકાનો વધારાનો ટેક્સ લગાવ્યો છે. આ ટેક્સ ઓનલાઇન સામાન વેચતી અને સેવાઓ આપતી બન્ને પ્રકારની કંપનીઓ પર લાગશે. આ માટે સરકારે ફાઇનાન્સ એક્ટ 2016ની ઘણી કલમોમાં ફેરફાર કર્યા છે. વેપાર સંગઠન કોન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(કેટ) એ આ બજેટ પ્રસ્તાવને આવકાર્યો છે.

આ જોગવાઈ ગત નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2020થી સંપૂર્ણપણે લાગૂ થશે. આવી તમામ વિદેશી કંપનીઓ, જે કોઈ ઓનલાઈન મોડના માધ્યમથી માલનું વેચાણ અથવા સેવા પ્રદાન કરી રહી છે, આ જોગવાઈના દાયરામાં આવશે. કંપનીઓ પાસેથી 1 એપ્રિલ 2020થી આજ સુધીના 2 ટકા વધારાના ટેક્સની વસૂલી કરવામાં આવશે.

કેટે જણાવ્યું કે, આ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ એક સાહસિક પગલું છે, જેના દેશભરના વેપારીઓએ સહ્રદય સ્વાગત કર્યું છે. સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર ફ્લિપકાર્ટ અને માઈક્રોસોફ્ટ સહિત દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝેન પર પડશે.

કેટ દ્વારા એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો, સ્વિગી સહિત ઘણી ઈ-કોમર્સ કંપનીઓ પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેટે જણાવ્યું કે, આ કંપનીઓ ઉત્પાદનોની સંપૂર્ણ જાણકારી નથી આપતી લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટી) કાયદા -2011 અને FSSIના નિર્દેશોનું ઉલ્લંઘન કરી રહી છે. ઉત્પાદન ક્યાં દેશમાં બન્યું છે, તેનું નિર્માણ કોણ કરે છે, કંપનીઓ તેની જાણકારી નથી આપી રહી. સંગઠને આ બાબતે વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલને ચિઠ્ઠી લખી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code