
- સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક પૂર્ણ કરવા હવે IRCTCનો વધુ હિસ્સો વેચશે
- IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ કરશે સરકાર
- તેની માટે સરકારે ચાર મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી છે
નવી દિલ્હી: સરકાર ધીરે ધીરે તેને ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. સરકારે રેલવે વિભાગના અગ્રણી કંપની IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ કરવાની તૈયારી કરી રહી છે અને તેની માટે તેણે ચાર મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી છે.
આ અંગે માહિતી આપતા નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સરકારે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પ લિમિટેડમાં પ્રસ્તાવ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એક્સિસ કેપિટલ અને એચએસબીસી સિક્યોરિટીઝ સહિત 4 મર્ચન્ટ બેંકરની પસંદગી કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર જે રેલવે કેટરિંગ અને રિઝર્વેશન કંપનીમાં 15-20 ટકા હિસ્સો વેચવાનું લક્ષ્ય ધરાવે છે, તેની ઓફર ફોર સેલ આગામી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આવે તેવી શક્યતા છે.
હાલના માર્કેટ પ્રાઇઝની દૃષ્ટિએ વાત કરીએ તો સરકાર IRCTCનો વધુ 15-20 ટકા હિસ્સો વેચીને અંદાજે 30-40 અબજ રૂપિયા એકત્ર કરી શકે છે. હાલ IRCTCમાં સરકારની હિસ્સેદારી 87.4 ટકા છે.
IRCTC, જે પહેલેથી જ થોડીક ટ્રેનોનું સંચાલન કરે છે, તેણ ભારતીય રેલ્વે દ્વારા પસંદ કરાયેલા 12 ક્લસ્ટરોમાં ખાનગી ટ્રેનો ચલાવવા માટે બોલી લગાવનારાઓ પૈકીની એક છે.
સરકારે ઓગસ્ટમાં IRCTC કંપનીનો હિસ્સો ડાઇવેસ્ટ કરવા મર્ચન્ટ બેન્કરોની નિમણૂક માટે બિડ આમંત્રિત કરી હતી. સરકારે એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં ડિવાઇસ્ટમેન્ટ મારફતે વિક્રમજનક 2.1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યુ છે, જે 2019-20ની તુલનાએ ચાર ગણું ઉંચુ લક્ષ્યાંક છે.
(સંકેત)