Homeગુજરાતીદેશના હોસ્પિટાલિટી ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ, રૂ. 200 કરોડનું નુકસાન

દેશના હોસ્પિટાલિટી ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ, રૂ. 200 કરોડનું નુકસાન

  • ત્રીજી લહેરને પગલે હોસ્પિટાલિટી સેક્ટરને નુકસાન
  • હોસ્પિટાલિટી ઉદ્યોગને રૂ.200 કરોડનું નુકસાન
  • કોવિડના વધતા કેસથી અનેક નિર્ધારિત કાર્યક્રમો રદ થતા હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝને ખોટ

નવી દિલ્હી: આ વર્ષે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝને પણ કોરોનાનું ફરીથી ગ્રહણ લાગવાની આશંકા છે. કોવિડ વાયરસના ફરીથી વધતા વ્યાપને કારણે ક્રિસમસ, નવા વર્ષની ઉજવણીની સાથેના લગ્નપ્રસંગો અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ થવાને કારણે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝને રૂ. 200 કરોડનું નુકસાન થયું છે.

કોરોનાનું પ્રસરણ વધતા સરકાર દ્વારા કડક નિયંત્રણો અને કેટલીક પાબંધીઓ લાગૂ કરવામાં આવી હોવાથી અનિશ્વિતાનો સામનો કરવો પડી રહ્યો છે તેવું ફેડરેશન ઑફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે. ઉદ્યોગોને એ ભય પણ સતાવી રહ્યો છે કે જો  સંકટના સમયમાં સરકાર તરફથી અપેક્ષિત સહયોગ નહીં મળે તો વ્યવસાયો બંધ થવાની નોબત આવશે.

સમગ્ર દેશમાં ઓમિક્રોનના વધતા વ્યાપના મામલે સંગઠને કહ્યું કે, 25 ડિસેમ્બરથી શહેરોની હોટલના રેટ અને બિઝનેસમાં મોટો ઘટાડો આવ્યો છે જે મહામારીના 10 થી 15 ટકાના સ્તરે પરત આવી ગયા છે. ઓક્યુપન્સી અને રેટ પણ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે. કોવિડનો વ્યાપ ઝડપી ગતિએ વધતા રેસ્ટોરાંની મુલાકાત લેતા ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગ્રાહકોની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો નોંધાયો છે.

ડિસેમ્બરની તુલનાએ વેચાણ તેમજ આવકમાં 10 થી 20 ટકાનું નુકસાન થઇ રહ્યું છે. રિસોર્ટ લોકેશન પર પણ ઓક્યુપન્સી 50 ટકાની નીચે જતી રહી છે.

સંબંધિત લેખો

Most Popular