1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી
વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી

0
Social Share
  • વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી
  • 55 લાખથી વધુ કંપનીઓએ નોંધણી કરાવી છે
  • આ સંખ્યા અગાઉના વર્ષમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે

નવી દિલ્હી: એક તરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એટલે કે કુલ આટલી કંપનીઓએ નોંધણી કરાવી છે. આ સંખ્યા અગાઉના વર્ષમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં કોરોના વાયરસ મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર વિપરીત અસર જોવા મળી હતી.

નાણાકીય વર્ષ 2020-21માં 42,186 લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (એલએલપી) ની રચના કરવામાં આવી છે. આ આંકડો એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 17 ટકાનો વધારો દર્શાવે છે.કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલી એક નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ -19 રોગચાળાને કારણે દેશ સામે આવેલ અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વધારો નોંધપાત્ર છે.મંત્રાલય કંપનીએક્ટ અને એલએલપી એક્ટ લાગુ કરે છે.

નોંધનીય છે કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 1.55 લાખથી વધુ કંપનીઓની નોંધણી કરી હતી, જેની તુલનાએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 1.22 લાખ કંપનીઓ હતી, જે અંદાજે 27 ટકાનો વધારો દર્શાવે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code