1. Home
  2. ગુજરાતી
  3. સરકારે કમિટીના સભ્યોની નિયુક્તિ ના કરતા RBIએ MPCની બેઠક મુલતવી
સરકારે કમિટીના સભ્યોની નિયુક્તિ ના કરતા RBIએ MPCની બેઠક મુલતવી

સરકારે કમિટીના સભ્યોની નિયુક્તિ ના કરતા RBIએ MPCની બેઠક મુલતવી

0
  • આજે એટલે કે 29 સપ્ટેમ્બરે મળનારી RBIની MPCની બેઠક મુલતવી રખાઇ
  • સરકારે બાહ્ય સ્વતંત્ર સભ્યોની નિયુક્તિ કરી ના હોવાથી બેઠક મુલતવી રખાઇ
  • બાહ્ય સભ્યોની 4 વર્ષની મુદ્દત ગઇ મહિને થઇ ગઇ છે પૂર્ણ

રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલતવી રાખી છે. RBIએ તેની પાછળ કોરમના અભાવનું કારણ જણાવ્યું છે. આ બેઠકમાં વ્યાજદર નીતિ અંગે ચર્ચા થવાની હતી. જો કે સરકાર દ્વારા ઇન્ડિપેનડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં વિલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.

RBIએ જણાવ્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બર એટલે કે આજે મળનારી 3 દિવસની બેઠક મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે વર્ષ 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેંકના ગવર્નર પાસેથી લઇ 6 સભ્યોની MPCને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેંકના ગવર્નર જ હોય છે. આ સભ્યોમાં RBI સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યો પણ હોય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાહ્ય સભ્યોની 4 વર્ષની મુદ્દત ગત મહિને જ પૂર્ણ થઇ છે અને સરકારે તેમના સ્થાના નવા સભ્યોની નિયુક્તિ કરી નથી જેને કારણે MPCની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા 4 સભ્યો હોવા આવશ્યક છે. તે પૈકીના એક ગવર્નર અથવા તેમના ડેપ્યુટી હોવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે 2016માં એમપીસીમાં સ્વતંત્ર સભ્યો તરીકે ઇન્ડિયન સ્ટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ચેતન ઘાટે, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડિરેક્ટર પામી દુઆ તથા આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયાની નિયુક્તિ કરી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT