1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..
Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..

Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..

0
Social Share

દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કાર છે. ઓફિસમાં આવવા-જવા સહિત અનેક કામો માટે કારનો ઉપયોગ થાય છે. આવામાં, જો કાર દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા નથી થતી.

• એન્જિન ઓઇલ ચેક કરવું જરૂરી

જ્યારે પણ તમે કાર સ્ટાર્ટ કરો. તે પહેલાં, તમારે હંમેશા કારમાં એન્જિન ઓઇલની માત્રા ચેક કરવી જોઈએ. આમ કરવાથી તમે સરળતાથી મોટી સમસ્યાઓથી બચી શકો છો. ઓઈલ ચેક કરવા માટે, એન્જિનમાં ડિપસ્ટિકને બહાર કાઢીને ઈલની માત્રા ચેક કરી શકાય છે. જો જરૂરી હોય તો ઓઈલ બદલવું જોઈએ.
એન્જિન ઓઈલની સાથે સાથે કારમાં કૂલન્ટ, બેટરી, બ્રેક ઓઈલ વગેરે જેવી મહત્વની વસ્તુઓ પણ ચેક કરવી જોઈએ. કાર ચલાવતી આ બધી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે. જો આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો સફરની વચ્ચે મુશ્કેલી આવી શકે છે.

• ટાયર પણ ચેક કરો

રોડ અને કાર વચ્ચેનો એકમાત્ર સંપર્ક ટાયર છે. તેથી, તેમની ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો ટાયરમાં હવા ઓછી હોય અથવા તે પંચર થઈ જાય તો સુરક્ષા માટે જોખમ પણ વધી જાય છે. તેથી, મુસાફરી શરૂ કરતા પહેલા ટાયર તપાસવું વધુ સારું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code