1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને ટેકો આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી

નવી દિલ્હીઃ દેશમાં UPI ટ્રાન્ઝેક્શન પર ફોન પે અને ગુગલ પે જેવી એપ્સનું વર્ચસ્વ છે. આ કંપનીઓ દેશના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં લગભગ 83 ટકા હિસ્સો ધરાવે છે. આ બંને ફિનટેક કંપનીઓના માલિકી હકો વિદેશી હાથમાં છે. હવે આ બંને કંપનીઓ માટે પડકાર ઉભો થઈ શકે છે. સંસદીય સમિતિએ સરકારને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને […]

EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યાં

નવી દિલ્હીઃ દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, […]

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર વર્ષમાં 10 મિલિયનથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ સર્જાયો

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો […]

ગુજરાત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં 82 ટકા હિસ્સા સાથે દેશમાં પ્રથમ ક્રમે: ઊર્જા મંત્રી કનુ દેસાઈ

અમદાવાદઃ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ સ્થાપિત કરવામાં 82 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે, તેમ […]

ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત, ઓલઓવર માર્કેટમાં સામાન્ય ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં મિશ્ર સંકેતને પગલે આજે ભારતીય શેરબજારમાં ફીકી શરૂઆત થઈ હતી. ઓલઓવર માર્કેટમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 821.62 કરોડ રૂપિયા ઘટાડો થયો છે. ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ બજારે વેગ પકડ્યો હતો, પરંતુ પછી વેચવાલી શરૂ થઈ હતી. સપાટ શરૂઆત પછી, શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો […]

દરેક માં-બાપએ તેમના બાળકોને આ 10 રમકડાઓ આપવા જોઈએ, પછી કમ્પ્યૂટરથી પણ ઢડપી દિમાગ થઈ જશે

બાળકોને રમકડાઓથઈ રમવું ખુબ પસંદ હોય છે. પેરેંન્ટ્સ પણ તેમને ઢગલો રમકડા લાઈને આપે છે. પણ તમે જાણો છો કે કેટલાક રમકડાઓ એવા હોય છે જે બાળકોના વિકાસમાં અહમ હોય છે. જેનાથી રમીને બાળકો કઈક નવું શીખે છે અને તેમના મગજનો વિકાસ પણ ઝડપથી થાય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, બાળકોને ઓવરઓલ […]

મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લિસ્ટિંગ કરાવ્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર શ્રીમતી પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ […]

99% તૂટયા બાદ 2500% ઉછળ્યો શેયર, અનિલ અંબાણીની કંપનીએ કર્યા માલામાલ!

મુંબઈ: અનિલ અંબાણીની કંપનીના શેર ગત કેટલાક વર્ષોમાં તૂટીને 1 રૂપિયાના ભાવ પર આવી ગયો હતો. પરંતુ હવે આ કંપનીના સ્ટોકમાં તેજી દેખાય રહી છે. આ સ્ટોકે એક વર્ષમાં 144 ટકાનું રિટર્ન આપ્યું છે. ત્યારે 6 માસમાં આ સ્ટોકે 60 ટકા રિટર્ન આપ્યું છે. જો કે ગત એક માસ દરમિયાન અનિલ અંબાણીની કંપનીના શેર 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code