1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

વૈશ્વિક માર્કેટની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી, BSE અને NSEમાં મોટો કડાકો

મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં મંદીના સંકેત વચ્ચે પ્રાઈવેટ બેંકીંગ શેરો અને હેવીવેટ સ્ટોક્સમાં નરમાઈને પગલે આજે માર્કેટમાં ભાજે કડાકો બોલ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી-50 માં લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેંસેક્સમાં 25 અને નિફ્ટી 50ના 37 શેરમાં કડાકાને પગલે શેર માર્કેટમાં દબાવ વધ્યું હતું. માર્કેટમાં મંદીને પગલે આજે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં દોઢ લાખ […]

એનએસઈ અને બીએસઈ લીલા નિશાન સાથે ખુલ્યાં

મુંબઈઃ ભારતીય શેરબજાર સારી મજબૂતી સાથે ખુલ્યાં હતા, અને સેન્સેક્સ 72 હજારના સ્તરે ખુલ્યો હતો. આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળ્યો હતો, બેન્ક નિફ્ટી અને આઈટી ઈન્ડેક્સની મજબૂતાઈને કારણે બજારમાં વૃદ્ધિનો લીલો સંકેત જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાના મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યો હતા. વધતા શેરોની […]

ભારતીય રેલવેએ 9 મહિનામાં વિકાસ કાર્યો માટે 1.96 લાખ કરોડનો ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ આ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ડિસેમ્બર 2023 સુધી લગભગ 75% મૂડી ખર્ચનો ઉપયોગ કર્યો છે . ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2023 સુધી કુલ રૂ. 1,95,929.97 કરોડનો ઉપયોગ કર્યો છે, જે આ નાણાકીય વર્ષ દરમિયાન રેલવેના કુલ મૂડી ખર્ચના લગભગ 75% (રૂ. 2.62 લાખ કરોડ) છે. ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2022 માં સમાન […]

અમેરિકાએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હીઃ ભારતમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓની ટીમએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને અમેરિકાના વિઝા આપવામાં આવ્યાં હતા. આ આંકડો પહેલાની સરખામણીએ અનેક ગણો વધારે છે. જ્યારે વિઝિટર વિઝા એપોઈમેન્ટ પ્રતીક્ષા સમયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસી અને વાણીજ્ય દૂતાવાસએ એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, હાલ […]

ભારતીય શેર બજારમાં તેજી, BSEમાં 1241 અને NSEમાં 385 પોઈન્ટનો વધારો

મુંબઈઃ બેંકિંગ કાઉન્ટર્સમાં સારી ખરીદી અને વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોને પગલે સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 1.75% અથવા 1,240.90 પોઈન્ટના વધારા સાથે 71,941.57 પોઈન્ટના સ્તરે જ્યારે નિફ્ટી 1.80% અથવા 385.00 પોઈન્ટના વધારા સાથે 21,737.60 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. સોમવારે નિફ્ટીના 38 શેર લીલા નિશાન […]

ભારતીય શેર બજારમાં બજેટ પહેલા તેજી, BSE 267 અને NSE 80 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું

નવી દિલ્હીઃ એક ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ થનારા અંતરિમ બજેટ પહેલા શેર બજારની દિશા કંપનીઓના ત્રિમાસના પરિણામ રિપોર્ટ નક્કી કરી કરશે. આ વર્ષ અત્યાર સુધીમાં સેંસેક્સ 2.17 ટકા તુટ્યું હતું. જ્યારે નિફ્ટીમાં 1.79 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ દરમિયાન બંને સુચકાંકોમાં રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી છે. ગિફ્ટી નિફ્ટીમાં ટ્રેડ્સ પણ સેંસેક્સ-નિફ્ટી માટે સકારાત્મક […]

ઓનલાઈન ગેમ્સ રમનાર ગેમર્સને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી કેટલીક ટીપ્સ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં ઓનલાઈન ગેમિંગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ગેમર્સને ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમિંગ વિકલ્પો મળે છે, અને તેઓને તે ગેમ્સ રમવા માટે ઘણા ખાસ ઈનામોની પણ ઓફર કરવામાં આવે છે. જેથી લોકો ઓનલાઈન ગેમ્સની જાળમાં ફસાઈ જાય છે. આ રીતે ઘણી વખત રમનારાઓને નુકસાન પણ સહન […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓની આસ્થા

રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. આ પછી દેશભરમાંથી કરોડો લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં છે. રામ મંદિર તેની ભવ્યતાથી શ્રદ્ધાળુઓનું મન મોહી રહ્યું છે. પરંતુ રામ મંદિર સિવાય અહીં એવા 6 અન્ય સ્થળો છે જેનું પૌરાણિક મહત્વ છે અને તેમની ભવ્યતા પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. કનક ભવનઃ ટીકમગઢ (મધ્યપ્રદેશ)ની રાણી વૃષભાનુ […]

લાલ સાગરમાં હુથી બળવાખોરોના હુમલાથી યુએન ટ્રેડ બોડીએ વૈશ્વિક વેપારને અસરની ભીતિ વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુએન ટ્રેડ બોડીએ ચેતવણી આપી હતી કે લાલ સાગરમાં હુમલા, યુક્રેનમાં યુદ્ધ અને પનામા કેનાલમાં નીચા પાણીના સ્તરને કારણે વૈશ્વિક વેપાર ખોરવાઈ રહ્યો છે. UNCTAD તરીકે ઓળખાતી યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના વેપાર નિષ્ણાત જાન હોફમેને ચેતવણી આપી હતી કે શિપિંગ ખર્ચ પહેલાથી જ વધી ગયો છે અને તે ઊર્જા અને […]

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડઃ કિંમત પ્રતિ બેરલ 84 ડોલર નજીક પહોંચી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 84 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 78 ડોલરની નજીક પહોંચી ગઈ છે. જોકે, ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code