1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

પરંપરાગત રીતે, આપણા દેશમાં, ડિઝાઇન તમામ સમુદાયોમાં રોજિંદા જીવનના તાણાવાણામાં ગૂંથાયેલી છેઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી આસપાસ ઘણી સમસ્યાઓ છે, અને તેમાંથી ઘણી સમસ્યાઓ માટે ડિઝાઇનમાં ફેરફારની જરૂર છે, મોટા સંસાધનોની નહીં. સર્જનાત્મક વિચારસરણી એવા ઉકેલો તરફ દોરી જઈ શકે છે જે જીવનની સરળતામાં સુધારો કરી શકે છે, ખાસ કરીને […]

અમેરિકાએ ચીન પર વધુ 10 ટકા ટેરિફ લાદ્યો

આ મહિનાની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ હવે આ ઉપરાંત વધુ 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (27 ફેબ્રુઆરી, 2025) જણાવ્યું હતું કે મેક્સિકો અને કેનેડા પર ટેરિફ યોજના 4 માર્ચથી અમલમાં આવશે. આ દેશોમાંથી આવતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. […]

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉપયોગીતા અંગે સેમિનાર યોજાશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓમાં કાર્યક્ષમતા,ચોકસાઈ અને અનુકૂલનક્ષમતા વધારીને ઉત્પાદન ઉદ્યોગમાં પરિવર્તન લાવી રહ્યું છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રી 4.0 ના સંદર્ભમાં મશીન લર્નિંગ, કોમ્પ્યુટર વિઝન અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) જેવી AI ટેક્નોલોજીઓ લાગુ કરવાથી ઉત્પાદન પ્રક્રિયાઓના વિવિધ પાસાઓમાં સુધારો થાય છે. AI એ ઉત્પાદન કાર્યક્ષમતાને શ્રેષ્ઠતમ કરવા, ગુણવત્તા સુધારવા અને ડાઉનટાઇમ ઘટાડવા માટે […]

સેબીએ સાયબર સુરક્ષામાં ચૂક બદલ ‘ICCL’ને રૂપિયા 5.05 કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જની પેટાકંપની ઈન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન પર સાયબર સુરક્ષા અને સિસ્ટમ ઓડિટ સંબંધિત ધોરણોનું પાલન ના કરવા બદલ 5.05 કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીએ ડિસેમ્બર 2022 અને જુલાઈ 2023 વચ્ચે ICCLનું નિરીક્ષણ કર્યું અને બાદમાં ઓક્ટોબર 2024માં ‘કારણ દર્શક’ નોટિસ જાહેર કરી. તારણોની સમીક્ષા કર્યા પછી, બજાર […]

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગુવાહાટી, 25 ફેબ્રુઆરી 2૦25: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ […]

ભારતીય શેરબજાર વધારા સાથે ટ્રેડ થયું, રોકાણકારોના ચહેરા ઉપર ફરી આવ્યું સ્મિત

મુંબઈ: છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઘટાડા બાદ મંગળવારે શરૂઆતના વેપારમાં સ્થાનિક બજારોમાં વધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 117.57 પોઈન્ટ વધીને 74,571.98 પર પહોંચી ગયો હતો. NSE નિફ્ટી 31.3 પોઈન્ટના વધારા સાથે 22,584.65 પર ટ્રેડ થયો હતો. શરૂઆતના સોદા પછી, સેન્સેક્સ 272.39 પોઈન્ટ વધીને 74,725.89 પર અને નિફ્ટી 47.45 પોઈન્ટ વધીને 22,600.80 […]

SBI એ 2055 માં તેના શતાબ્દી વર્ષ માટે નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્યાંક નક્કી કરાયો

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 2055 સુધીમાં જે તેનું શતાબ્દી વર્ષ છે, ઉત્સર્જનમાં નેટ શૂન્ય થવાનું લક્ષ્ય રાખ્યું છે. SBIના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીએ તાજેતરમાં આ માહિતી આપી હતી. સેઠીએ ‘SBI ગ્રીન મેરેથોન સીઝન 5’ ઇવેન્ટમાં આ જાહેરાત કરી હતી, જેને તેમણે 5 કિમી, 10 કિમી અને 21 કિમી શ્રેણીઓમાં ભાગ લેતા 10,000 થી […]

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો, રોકાણકોરોના કરોડો રૂપિયા ધોવાયાં

મુંબઈઃ સોમવારે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં આઇટી અને નાણાકીય સેવાઓ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. સવારે 9.34 વાગ્યે, સેન્સેક્સ 541.66 પોઈન્ટ ઘટીને 74,769.40 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 158.40 પોઈન્ટ ટકા ઘટીને 22,637.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 447.55 પોઈન્ટ અથવા 0.91 ટકા […]

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે

અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.   અદાણીનું જૂથ મધ્યપ્રદેશ […]

અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો

2023-24ના નાણા વર્ષમાં અદાણીની કંપનીઓએ ચુકવેલા કરનું યોગદાન રુ.58,104 કરોડ પહોંચ્યું અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા સાથે તમામ હિસ્સેદારો સમક્ષ પોતાના પારદર્શિ કામકાજને નિયમિત રીતે રજૂ કરવાના હિમાયતી રહેલા માળખાકીય વિકાસના વૈશ્વિક અગ્રણી અદાણી સમૂહે હિતધારકોના હિતને ટોચના સ્થાને રાખવાની પ્રસ્થાપિત કરેલી પરંપરાને અનુરૂપ નાણાકીય વર્ષ 2023-24 માટે કરની ચૂકવણી સંબંધી તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code