1. Home
  2. ગુજરાતી
  3. અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે
અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે

0
Social Share

અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.  

અદાણીનું જૂથ મધ્યપ્રદેશ રાજ્યના પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જી સેક્ટર્સમાં પણ રોકાણ કરશે, જેનાથી 2૦3૦ સુધીમાં 1,2૦,૦૦૦ થી વધુ નોકરીઓનું સર્જન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવના નેતૃત્વમાં અદાણીએ મધ્યપ્રદેશને ભારતના સૌથી વધુ રોકાણ માટે તૈયાર રાજ્યોમાંના એકમાં પરિવર્તિત કરવાની જૂથની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.

મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025 ને સંબોધતા કહ્યું. અદાણીએ કહ્યુ હતું કે “આ ફક્ત રોકાણો નથી, “આ એક સહિયારી યાત્રામાં સીમાચિહ્નો છે, એક એવી યાત્રા જે મધ્યપ્રદેશને ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં રાષ્ટ્રીયસ્તરે લીડર બનાવશે.”અદાણીએ જણાવ્યું હતું કે, 1 લાખ કરોડ રૂપિયાના વધારાના રોકાણોમાં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, એક મોટો એરપોર્ટ પ્રોજેક્ટ અને કોલસા ગેસિફિકેશનના પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે.

અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં ઉર્જા, માળખાગત સુવિધા, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને કૃષિ-વ્યવસાયમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરી ચૂક્યું છે, જેનાથી 25,૦૦૦ થી વધુ નોકરીઓનું સર્જન થશે. અદાણીએ તેમના સંબોધનમાં ઉમેર્યુ હતું કે “નવા રોકાણો રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે, જે ભારતની આત્મનિર્ભરતા અને નવીનતાના વિઝન સાથે સુસંગત રહેશે.”અમે મજબૂત, વધુ સમૃદ્ધ મધ્યપ્રદેશના આપના વિઝનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ,”.

અગાઉ અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કોચીમાં ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટમાં અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કેરળના વિકાસ અને પ્રગતિની યાત્રામાં સહભાગી બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code