1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો
અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો

અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો

0
Social Share
  • 2023-24ના નાણા વર્ષમાં અદાણીની કંપનીઓએ ચુકવેલા કરનું યોગદાન રુ.58,104 કરોડ પહોંચ્યું

અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા સાથે તમામ હિસ્સેદારો સમક્ષ પોતાના પારદર્શિ કામકાજને નિયમિત રીતે રજૂ કરવાના હિમાયતી રહેલા માળખાકીય વિકાસના વૈશ્વિક અગ્રણી અદાણી સમૂહે હિતધારકોના હિતને ટોચના સ્થાને રાખવાની પ્રસ્થાપિત કરેલી પરંપરાને અનુરૂપ નાણાકીય વર્ષ 2023-24 માટે કરની ચૂકવણી સંબંધી તેનો પારદર્શિતા અહેવાલો જાહેર કર્યા છે.

નાણાકીય વર્ષ 2023-24 માટે અદાણી સમૂહ પોર્ટફોલિયોની લિસ્ટેડ કંપનીઓનો કુલ વૈશ્વિક કર અને સરકારી તિજોરીમાં અન્ય ફાળો નોંધપાત્ર વધીને રુ.58,104.4 કરોડે પહોંચ્યો છે. અગાઉના  વર્ષમાં આ રકમ રુ 46,610.2 કરોડ હતી..

આ વિગતો સમૂહની સાત લિસ્ટેડ કંપનીઓ અદાની એન્ટરપ્રાઇઝ લિ.,અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.,અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.,અદાણી પાવર લિ.,અદાણી ટોટલ ગેસ લિ. અને અંબજા સિમેન્ટ્સ લિ.દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સ્વતંત્ર અહેવાલોમાં આવરી લેવામાં આવી છે. આ રકમમાં અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ એનડીટીવી, એસીસી અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભરપાઇ કરવામાં આવેલ કર સામેલ છે.

અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે પારદર્શિતા એ વિશ્વાસનો પાયો છે, અને ટકાઉ વિકાસ માટે વિશ્વાસ જાળવી રાખવો અનિવાર્ય છે. તિજોરીમાં ભારતના સૌથી મોટા યોગદાતા તરીકે અમે સ્વીકારીએ છીએ કે અમારી જવાબદારી જુદા જુદા નિયમનોના અમલવારીથી વિશેષ છે તે સાથે નિષ્ઠાવાન અને જવાબદારીભર્યું કામકાજ અદા કરવાની પણ છે. તેમણે કહ્યું હતું કે આપણા રાષ્ટ્રની નાણાકીય બાબતોમાં અમે યોગદાન આપીએ છીએ તે પ્રત્યેક રૂપિયો પારદર્શિતા અને સુશાસન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અભિવ્યક્ત કરે છે. આમ જનતા સમક્ષ સ્વૈચ્છિક રીતે આ અહેવાલો જાહેર કરવા પાછળનો અમારો હેતુ હિસ્સેદારોના આત્મવિશ્વાસમાં ઉત્તરોત્તર વધારો કરી અને એક જવાબદાર કોર્પોરેટ તરીકેના આચરણો માટે એક નવા બેંચમાર્ક સ્થાપવાનો છે.

આ એક સ્વૈચ્છિક પહેલ દ્વારા અદાણી સમૂહનું લક્ષ્ય પારદર્શિતા પરત્વેની તેની પ્રતિબદ્ધતા, હિસ્સેદારોના ભરોસામાં ખરા ઉતરવા અને વધુ જવાબદાર વૈશ્વિક કર વાતાવરણમાં ફાળો આપવાનો છે.

કર પારદર્શિતાને તેના વ્યાપક ઇએસજી ફ્રેમવર્કના અભિન્ન ભાગ તરીકે ગણતા અદાણી જૂથનો પ્રયાસ નવીનતાને પ્રોત્સાહન આપતી વેળા અને હિસ્સેદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરતી વખતે સામાજિક જવાબદારી સાથે વૃદ્ધિને એકરુપ બનાવવાનો છે, આખરી લક્ષ્ય ભારત રાષ્ટ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાનું છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે વૈશ્વિક કર માહોલના નવા યુગમાં પ્રવેશ સાથે ભવિષ્ય તરફ મીટ માંડી રહેલી કંપનીઓ સ્વૈચ્છિક રીતે કર પારદર્શિતા અહેવાલ જાહેર કરી રહી છે, તે ફરજિયાત નથી. છતાં આ અહેવાલની જાહેરાત દ્વારા આવી કંપનીઓ કર ચૂકવણીની પારદર્શિતાના ઉચ્ચતમ ધોરણોને આધાર બનાવવા ઉપરાંત  હિસ્સેદારના વિશાળ હિત અને વધુ વિશ્વસનીયતા લાવવાના પ્રયાસ કરે છે. આ માટે અદાણી સમૂહે એક સ્વતંત્ર અહેવાલ પૂરો પાડવા માટે એક વ્યવસાયિક એજન્સીને રોકી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code