
ભારતીય શેરબજાર વધારા સાથે ટ્રેડ થયું, રોકાણકારોના ચહેરા ઉપર ફરી આવ્યું સ્મિત
મુંબઈ: છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઘટાડા બાદ મંગળવારે શરૂઆતના વેપારમાં સ્થાનિક બજારોમાં વધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 117.57 પોઈન્ટ વધીને 74,571.98 પર પહોંચી ગયો હતો. NSE નિફ્ટી 31.3 પોઈન્ટના વધારા સાથે 22,584.65 પર ટ્રેડ થયો હતો.
શરૂઆતના સોદા પછી, સેન્સેક્સ 272.39 પોઈન્ટ વધીને 74,725.89 પર અને નિફ્ટી 47.45 પોઈન્ટ વધીને 22,600.80 પર ટ્રેડ થયો. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના શેર સૌથી વધુ વધ્યા હતા. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી, હોંગકોંગના હેંગ સેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો જોવા મળ્યો. સોમવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા.
આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.51 ટકા વધીને USD 75.16 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સોમવારે વેચવાલ રહ્યો હતો અને તેમણે 6,286.70 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ 5,185.65 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.