1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે. વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1-2ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે […]

અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળના, કોંડાગાંવમાં પાર્ટી દ્વારા રચાયેલા ક્લસ્ટર વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ લોકસભા મતવિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરીને, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની 11 લોકસભા બેઠકોને ચાર ક્લસ્ટરમાં વહેંચી દીધી છે. બસ્તર, મહાસમુંદ અને કાંકેર […]

કાશ્મીરમાં મહેબુબા મુફ્તીએ પણ ઈન્ડી ગઠબંધન સાથે છેડો ફાડ્યો, એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો દ્વારા ઈન્ડી ગઠબંધનની રચના કરવામાં આવી છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓ હવે ગઠબંધનથી દૂર જઈ રહ્યાં છે. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી […]

રાજ્યસભા ચૂંટણીઃ જે.પી.નડ્ડા સહિત ભાજપાના ચારેય ઉમેદવારએ ફોર્મ ભર્યું

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડનારી 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેને તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. ભાજપાએ ગુજરાતમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને તેમને ટીકીટ આપવામાં આવી હતી. દરમિયાન આજે ગાંધીનગર ખાતે જે.પી.નડ્ડાએ રાજ્યસભાની ચૂંટણી માટે […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપાએ વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભાજપાએ આજે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપાએ ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશથી માયા નરોલિયા અને એલ.મુરુગન, બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજને ઉમેદવાર બનાવામાં આવ્યા હતા. ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજદએ અશ્વિની વૈષ્ણવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. આગામી […]

સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બનેશે, કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણની દ્રષ્ટીએ વર્ષ 2024ને ચૂંટણીના વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે, તે પૂર્વે રાજ્યસભાની ખાલી પડનારી 56 જેટલી બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. […]

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. […]

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]

લોકસભા ચૂંટણીના 88 મદદનીશ ચૂંટણી અધિકારીઓનો 5 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 88 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણી […]

પડધરીમાં સરકારી કોલેજના આચાર્ય, અધ્યાપકો સહિતનો સ્ટાફ રજા જાહેર કરી પિકનીકમાં ઉપડી ગયો

રાજકોટઃ જિલ્લાના પડધરીમાં આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય, અધ્યાપકો અને સ્ટાફ ચિંતન શિબિરના બહાને ચાલુ દિવસે કોલેજમાં રજા જાહેર કરીને પિકનિકમાં ઉપડી ગયા હતા. હાલ પરીક્ષા નજીકમાં હોવાથી વિદ્યાર્થીઓ વિરોધ કરતા અને આ મામલો ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પહોંચતા હવે જવાબદારો સામે પગલાં લેવાશે કેમ તે અંગે ચર્ચા જાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code