કાશ્મીર બોર્ડર નજીકથી 5 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, પાકિસ્તાનથી મોકલાયાની આશંકા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અંતિમ શ્વાસ લઈ રહેલા આતંકવાદને જીવંત રાખવા માટે પાકિસ્તાન ફરી એકવાર માદક પદાર્થોની હેરફેર દ્વારા નાપાક હરકત કરી રહ્યો છે. પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેની આ કોશિશને ફરી નિષ્ફળ બનાવી છે. વહેલી સવારે જમ્મુ વિભાગના આરએસપુરા સેક્ટરમાં સુરક્ષા દળોએ પાંચ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાસે […]


