1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અંબાજી મંદિરનો પ્રસાદ હવે ભક્તોને ઘરે બેઠા-બેઠા મળશે

અંબાજીઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજીનાં ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરનો પ્રસાદ મંગાવી શકશે. દેશ વિદેશનાં માતા અંબાના ભક્તો ઘણી વખત અંબાજી મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી ત્યારે તેમની આસપાસના લોકો અંબાજી મંદિરે દર્શન કરવા જતા હોય તો પ્રસાદ મંગાવી લેતા હોય છે. પરંતુ હવે માઈ ભક્તોને એવું કરવાની જરૂ  નહીં પડે. ભક્તોને ઘરે […]

સુરતના એરપોર્ટ પર શારજાહની ફ્લાઈટ રનવે પર પાર્ક કરેલી ટ્રકને અડી જતાં પાંખને નુકસાન

સુરત: શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓને દૂબઈ, શારજાહ સહિત અને વિદેશી ફ્લાઈટસની સેવાનો લાભ મળી રહ્યો છે. શહેરના એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે અકસ્માતનો ભોગ બની હતી. શારજહાંથી આવેલી ફ્લાઈટએ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રન વેની બાજુમાં […]

હોળી-ઘૂળેટીના ટ્રાફિકને પહોંચી વળવા ગુજરાત – ઉત્તરપ્રદેશ વચ્ચે 24 સ્પેશ્યલ ટ્રેનો દોડશે

અમદાવાદ:  હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ગુજરાત-ઉત્તર પ્રદેશ વચ્ચે 24 જેટલી ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં વડોદરા-ગોરખપુર-વડોદરા, મુંબઈ સેન્ટ્રલ-બનારસ-મુંબઈ સેન્ટ્રલ, પુરી-હઝરત નિઝામુદ્દીન-પુરી, કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ, અને આગ્રા-અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે પશ્વિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09195/09196 વડોદરા-મૌથી વડોદરા હોળી સ્પેશિયલ […]

ડાકોરમાં ફાગણી પુનમનો ત્રિદિવસીય મેળો ભરાશે, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ડાકોરઃ ફાગણી પુનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમનું વિશેષ મહાત્મ્ય છે. અને ફાગણી પુનમનો ત્રિદિવસીય એટલે કે, તા. 24 થી 26 માર્ચ દરમિયાન લોકમેળો યોજાશે. ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. ડાકોરના રણછોડરાજીના મંદિરમાં ફાગણી પૂનમના […]

વિંછિયા-ધંધુકા હાઈવે પર કૂંભારીયા ગામ પાસે પીકઅપવાન પલટી જતાં બેનાં મોત, 25ને ઈજા

બોટાદઃ  ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલટી ખાતાં પિતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. જ્યારે 25 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પીકઅપવાનમાં શ્રમિકો ધંધૂકા તરફ જઈ રહ્યા હતા. ત્યારે કુંભારા ગામ નજીક આ બનાવ બન્યો હતો. આ અકસ્માતની […]

ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે, આજે થશે જાહેરાત

અમદાવાદઃ  દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે શનિવારે બપોર બાદ લાકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરવામાં આવશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણીની સાથે  ખાલી પડેલી છ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી પણ યોજાશે. વિધાનસભાની 6 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની વિધિવત જાહેરાત […]

રાજકોટ જિલ્લામાં સિંહોની તરસ છીપાવવા 20 પાણીના અવેડા અને 200 વોચ ટાવર ઊભા કરાશે

રાજકોટઃ જિલ્લામાં અવાર-નવાર વનરાજોના આંટાફેરાને લીધે જિલ્લાનો બૃહદગીર વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી વન વિભાગ દ્વારા  સિંહોના કાયમી વસવાટની યોજના અંતર્ગત ગોંડલના ધરાડા-દેરડી-ખંભાલીડા, કાગવડ અને મસીતાળામાં 15 થી 20 પાણીના અવેડા બનાવાશે. તેમજ   200 જેટલા વોચટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના જુદા જુદા વિસ્તારોનો સત્તાવાર રીતે બૃહદ ગીરમાં પણ […]

શંખેશ્વર નજીક પીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા

અમદાવાદઃ પાટણના શંખેશ્વર નજીક શુક્રવારે સવારે પિકઅપ વાન અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને વાહનમાં અચાનક આગ લાગી હતી, જેથી વેગરઆર કારમાં પ્રવાસ કરતાં બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. આ બનાવને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને લોકોની મદદથી આગવે બુઝાવી […]

સુરેન્દ્રનગર પાલિકાના 300 કોન્ટ્રેક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત

સુરેન્દ્રનગરઃ શહેરની સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો છે. પણ વઢવાણ-દૂધરેજ અને સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના સત્તાધિશોની વહિવટની અણઆવડતને કારણે માત્ર નાગરિકો જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાનો ત્રાસ, ઉપરાંત પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિતના અનેક પ્રશ્નો છે. નાગરિકોની રજુઆતો છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શહેરને […]

ગુજરાતમાં સોમવારથી તુવેર, ચણા, અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, 437 કેન્દ્રો નક્કી કરાયા

ગાંધીનગરઃ  ગુજરાતમાં  ખેડૂતોને તુવેર, ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને ઈ-પોર્ટલ પર ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી હતી.  જેના ભાગરૂપે તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચને સોમવારથી ટેકાના ભાવે ખરીદીનો 437 કેન્દ્રો પરથી પ્રારંભ કરાશે, જે 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code