1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મમતા બેનર્જીના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળની નીતિ સામે NHRCની લાલ આંખ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026 : વર્ષ 2010માં જ્યારે મમતા બેનર્જી દેશના રેલ મંત્રી હતા, તે સમયની રેલવે કેટરિંગ નીતિ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. આ નીતિમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને રેલવેના ખાન-પાનના સ્ટોલ અને કેન્ટીનના ટેન્ડરોમાં કથિત રીતે 9.5 ટકા અનામત આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ રેલવે બોર્ડને નોટિસ […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે, ચીનાબ નદી પરના 4 મેગા પ્રોજેક્ટ્સ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા ભારતે હવે ‘જળ સ્ટ્રાઈક’ની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર બની રહેલા ચાર મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના કડક આદેશ આપ્યા છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વીજળી જ […]

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયાં

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: સોનિયા ગાંધીની તબિયત લથડી રહી હોવાના અહેવાલ છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને અહીંની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે અને તેઓ છાતીના નિષ્ણાતની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને નિયમિત […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું બીમારી બાદ નિધન

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું. તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસમાં રાખવામાં આવશે અને અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં બપોરે 3.30 વાગ્યે કરવામાં આવશે. સુરેશ કલમાડી કોણ […]

UP: મતદાર યાદીમાંથી 2.88 કરોડના નામ કપાતા ખળભળાટ

લખનૌ, 6 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મંગળવારે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી આવતાની સાથે જ યુપીના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ પ્રક્રિયામાં અધધ 2 કરોડ 88 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં […]

લાલપુર હાઇવે ટાયર બદલતા 4 મિત્રોને જીપકારે કચડ્યા, 3 ના મોત

જામનગર, 6 જાન્યુઆરી 2026 : જામનગર-લાલપુર ધોરીમાર્ગ જાણે યમરાજનો માર્ગ બની રહ્યો હોય તેમ ગઈકાલે મધરાત્રે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઉભા રહી પોતાની ગાડીનું ટાયર બદલી રહેલા ચાર વ્યક્તિઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય એક બોલેરોએ અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે […]

નેપાળ: ભારતીય સરહદ નજીક ફરી હિંસા ભડકી, હાઇ એલર્ટ બાદ સરહદ સીલ

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: પડોશી દેશ નેપાળ ફરી એકવાર હિંસાથી ઘેરાયેલું છે. ભારતની સરહદે આવેલા પારસા અને ધનુષધામ જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. સમગ્ર વિસ્તાર માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન, ભારત-નેપાળ સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે. પડોશી દેશ નેપાળમાં ભારતીય સરહદને અડીને આવેલા પારસા અને ધનુષા ધામ જિલ્લામાં […]

ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 35 ના મોત, 1200 થી વધુ લોકોની ધરપકડ

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: ઈરાનમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ફાટી નીકળેલી હિંસા હવે ઓછી થવાના કોઈ સંકેત દેખાતી નથી. હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાની સરકારે 1,200 થી વધુ લોકોની અટકાયત કરી છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, […]

બાંગ્લાદેશમાં ફરી એક હિન્દુ હત્યાકાંડ, 18 દિવસમાં 6 લોકોના મોત

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી. છેલ્લા 24 કલાકમાં બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. દરમિયાન, બાંગ્લાદેશમાં માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. 18 ડિસેમ્બર, 2025 અને 6 જાન્યુઆરી, 2026 વચ્ચે બાંગ્લાદેશમાં 6 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હિન્દુ સમુદાયો પરના […]

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોનું ઘરે બેઠા ઝડપી નિરાકરણ

ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026 : ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા ૧૦ મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code