1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈદની સેવઈ બનશે સૌથી અલગ અને સ્વાદિષ્ટ, સરળ રેસિપી અપનાવો

ઈદની સેવઈથી ઘણા પ્રકારની વાનગી બને છે, જેમ કે સેવઈની ખીર, વર્મીસીલીની જરદી અને દૂધની વર્મીસીલી. ઈદ વર્મીસેલીમાં કિમામી વર્મીસેલી પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. આ વખતે ઈદના અવસર પર તમે ઘરે કિમામી સેવઈ બનાવી રહ્યા છો, તો તમે આપેલી પદ્ધતિનો ઉપયોગ કરીને સેવઈનો સ્વાદ વધુ વધારી શકો છો. […]

રાષ્ટ્રીય રક્ષા યુનિ. : વેદાંતાના સુરક્ષા અધિકારીઓ માટે કોર્પોરેટ સુરક્ષા મેનેજમેન્ટ કોર્સ શરૂ કરાયો

ગાંધીનગરઃ  રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે ખાનગી, ઔદ્યોગિક અને કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપનની શાળા (SPICM) દ્વારા વેદાંતાના જુનિયર સિક્યુરિટી ઓફિસર્સ (JSO) માટે કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપનના મૂળભૂત અભ્યાસક્રમનું ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કર્યું. ખાનગી અને કોર્પોરેટ સુરક્ષામાં ધોરણો વધારવાની RRU ની પ્રતિબદ્ધતામાં આ વધુ એક સીમાચિહ્નરૂપ છે. અગાઉના અભ્યાસક્રમોની સફળતાના આધારે, આ પહેલ સુરક્ષા વિસ્તારને આકાર આપવામાં RRUના મહત્વને […]

જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીએ 6.43 મિલિયન TEUsનો રેકોર્ડ થ્રુપુટ હાંસલ કર્યો

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી કન્ટેનર પોર્ટમાંથી એક,જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA), મુંબઈ, મહારાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીના સૌથી વધુ 6.43 મિલિયન TEUsનું થ્રુપુટ રેકોર્ડ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2022-23ના 6.05 મિલિયન TEU માર્કને વટાવીને, પોર્ટ તેની ઉપરની ગતિ યથાવત રાખી છે. તેની સરખામણીમાં, ગયા વર્ષના અનુરૂપ સમયગાળામાં રેકોર્ડ થ્રુપુટ જોવા મળ્યો હતો, […]

રાજકોટમાં 8000થી વધુ પશુઓનું ટેગીંગ કરાયું, રખડતા ઢોરની સમસ્યા દૂર થઈ હોવાનો તંત્રનો દાવો

રાજકોટઃ શહેરમાં રખડતા ઢોર સામે કડક કાયદાનો અમલ શરૂ કરાયા બાદ હવે શહેરમાં રખડતા ઢોર જોવા મળતા નથી. પશુ નિયંત્રણ કાયદા અંતર્ગત શહેરમાં રહેલા બધા પશુઓનું ટેગીંગ કરવાની કામગીરી હાલ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં શહેરમાં 8 હજાર કરતા વધુ પશુઓનું રજિસ્ટ્રેશન કરાયું છે. પશુઓ પર ટેગીંગને લીધે હવે શહેરમાં રખડતા ઢોર મળે તો પશુના […]

જુનાગઢમાં CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં નારાજ ગણાતા જવાહર ચાવડા, રીબડિયાની ગેરહાજરી

જૂનાગઢઃ  લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે  જૂનાગઢ આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે જૂનાગઢ લોકસભા બેઠકના પ્રભારી ઉદય કાનગડ, જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પાર્ટીના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરી છે. જોકે આ બેઠકમાં પૂર્વમંત્રી  જવાહર ચાવડા અને  પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા તેમજ  કોડીનાર તાલાલા અને ઉનાના ધારાસભ્યોની […]

લગ્નસરાની સીઝન ટાણે સોનાનો ભાવ રૂપિયા 69000ને વટાવી ગયો, ચાંદીના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ વૈશ્વિકસ્તરે સોનાના ભાવમાં  કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગજરાતમાં સોનાના ભાવ રૂપિયા 69 હજારને વટાવી ગયો છે.  લગ્નસરાની સીઝનમાં સોનાના ભાવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘડામણના ભાવ પણ આપવા પડતા હોવાથી ઘરેણા ખરીદવા સામાન્ય લોકો માટે મુશ્કેલ બની રહ્યા છે. જવેર્લર્સના શો રૂમ પર ગ્રાહકો જોવા મળતો નથી. કેટલાક જ્વેલર્સ ગ્રાહકોને […]

અમદાવાદમાં ગરમી સામે મ્યુનિ.નો એક્શન પ્લાન, AMTS, BRTS સ્ટેન્ડ પર પીવાનું પાણી અપાશે

અમદાવાદઃ શહેરમાં હાલ બે ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે.શનિવારથી તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી જવાની શક્યતા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી રાહત અપાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં એએમસીની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં  BRTS-AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. […]

ગુજરાતમાં PM મોદીની 12 ચૂંટણી સભા અને રોડ શો યોજાશે, કેટલાક વિસ્તારોમાં વધુ ફોકસ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં  7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હજુ પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળતો નથી. ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના હજુ 7 બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. હાલ ઉમેદવારો પોત પોતાની રીતે ગૃપ મીટિંગો અને લોક સંપર્ક કરીને પ્રચાર કરી રહ્યા છે. પણ એકાદ સપ્તાહ બાદ પ્રચારનો ધમધમાટ જોવા મળશે. […]

અહંકાર અને દંભ તો રાવણ અને કંસનો પણ રહ્યો નથી, ભાજપ સામે શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર

ભાવનગરઃ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયેલું છે. ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. અને તેમને જીતાડવા માટે કોંગ્રેસ અને આપ’ દ્વારા સંયુક્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને શહેરમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ […]

અમદાવાદમાં જળસ્તર ઊંચુ લાવવા માટે AMCનો પરકોલેટિંગ પ્રોજેક્ટ નિષ્ફળ, માત્ર 40 અરજી મળી

અમદાવાદઃ  શહેરમાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરની સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટિંગ વેલની યોજનામાં  કુલ ખર્ચના 80 ટકા મ્યુનિ. કોર્પોરેશન ખર્ચ ભોગવે અને 20 ટકા સોસાયટી- ફ્લેટ ભોગવે તે પ્રકારની યોજના બહાર પાડી હતી. જો કે, શહેરમાં પરકોલેટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code