1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

મલેશિયા: પરેડ રિહર્સલ દરમિયાન બે નેવી હેલિકોપ્ટર હવામાં અથડાયા, 10ના મોત

નવી દિલ્હીઃ મલેશિયામાં નૌકાદળના બે હેલિકોપ્ટર વચ્ચેની હવાઈ અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ ઘટના લુમુત નેવલ બેઝ પર બની હતી. વિગતો અનુસાર, હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવી પરેડ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં લુમટ નેવલ બેઝ પર અથડામણની ક્ષણ બતાવવામાં આવી છે. નેવીએ […]

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ […]

ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ખેડબ્રહ્માઃ આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે મહામેળો પણ ભરાયો છે. માતાજી આજે કમળની સવારી પર બિરાજમાન થયા હતા. ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code