1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં પોલીસે રોડ પરથી ગેરકાયદે પાર્કિંગ હટાવ્યા બાદ ફરી એ જ જગ્યાએ વાહનો પાર્ક થઈ ગયા

અમદાવાદઃ શહેરમાં ઈસ્કોનબ્રિજ પર અકસ્માતની ઘટના બાદ પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. એટલુ જ નહીં એએમસીના અધિકારીઓને સાથે રાખીને રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ કહેવત છે, ને કે, શેઠની શિખામણ ઝાંપા સુધી એમ પોલીસે ગેરકાયદે પાર્કિંગના સ્થળેથી વાહનો હટાવ્યા બાદ પોલીસ અને એમએમસીના અધિકારીઓ જતાં ફરીવાર એ જ […]

ગુજરાત યુનિ,એ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી ન કરતા NSUIએ કૂલપતિની ચેમ્બરમાં નારા લગાવ્યાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોય તેમ જવાબદારો સામે કોઈ જ પગલાં લેવાયા નથી. આ મામલે સની ચૌધરી નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. NSUIનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં […]

ગુજરાતમાં 70 જેટલાં IPSની બદલીનો ગંજીપો ચીપાયો, અમદાવાદના નવા સીપી કરીતે G S મલિક

અમદાવાદઃ  ગુજરાતમાં આઈપીએસની બદલીઓ માટે છેલ્લા મહિનાઓથી રાહ જોવાતી હતી. ત્યારે એકસાથે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે. જેમાં દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે, અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહને ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડરના DGની જવાબદારી સોંપાઈ છે. દિલ્હી ડેપ્યુટેશન […]

તમારા મોનસુનને બનાવો યાદગાર -ઓગસ્ટમાં ફરવા જવું છે તો જાણીલો આ કુદરતી સાનિધ્યમાં આવેલા પર્યટન સ્થળો વિશે

ચોમાસાના શરુઆતમાં ગોવા,આમાસ ફરવા માટે બેસ્ટ વધુ વરસાદમાં આ જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ હવે થોડા જ સમયમાં ગરમીમાંથી રાહત મળશે અને ચોમાસાનું આગમન થશે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તે વરસાદ પડતાજ સવ્રગ્ જેવા બની જતા પ્રદેશોની મુલાકાત લઈ શકો છો.જેમાં ખઆસ કરીને  અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદ થઈ શકે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર વિપક્ષને ઘેરવાની ભાજપાએ બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે સ્વીકારી લીધો છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ તકનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર નિશાન સાધશે. ભાજપાએ વિપક્ષને પોતાના હથિયારથી હરાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માનવામાં આવે છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે ચર્ચા થશે. જેથી ભાજપ વિપક્ષ સામે […]

કિચન ટિપ્સઃ- સવારના નાસ્તામાં સાદા પરોઠા નથી ભાવતા તો અપનાવો પરાઠાને મસાલેદાર બનાવાની આ ટિપ્સ

સાહિન મુલતાની- દરોરજ સવારે નાસ્તામાં શું બનાવવું આ વાત સૌ કોઈને સતાવે છે ખાસ કરીને કેટલાક ઘરોમાં ચા સાથે સાદા પરોઠા બનાવવામાં આવે છે પણ જો હવે કોઈ મેથી ભાજી વગર પણ પરોઠા ટેસ્ટી બનાવા હોય તો આજે તેની રીત જોઈશું સામગ્રી 2 કપ ઘઉંનો લોટ અડઘો કપ ચણાનો લોટ 1 ચમચી – લીલા મરચાની […]

PM મોદીએ રાજકોટના હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન – જાણો તેમના સંબોધનની વાતોના કેટલાક અંશો

રાજકોટઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે ગુજરાતની બે દિવસીય  મુલાકાતે  આવ્યા છે. તેઓ એ અહી રાજકોટ  શહેર નજીક આવેલા હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. માહિતી અનુસાર ઉદ્ધાટનના આ ખાસ આ પ્રસંગે પીએમ મોદી  સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા […]

વલસાડનો મધુબન ડેમ છલકાયો, દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને સાબદા કરાયાં

ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા પાણીની સતત આવક વહીવટી તંત્ર એલર્ટ બન્યું અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ છલકાયો છે. જેથી ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા રહેવા માટે […]

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code