1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત

6 પ્રવાસીને બચાવી લેવાયા, દરિયામાં કરંટને લીધે ગોમતી નદીમાં પ્રવાહ વધી ગયો, ઊંટવાળાએ ડૂબતા પ્રવાસીઓને બચાવ્યા દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં નહાવાનું મહાત્મ્ય છે. ઘણા પ્રવાસીઓ ગોમતી ઘાટ પર નહાવા માટે જતા હોય છે. દરમિયાન આજે બપોરે ગોમતી નદીમાં નહાવા ગયેલા 7 પ્રવાસી ડૂબ્યાં હતાં, જેમાં 4 યુવક અને 3 યુવતીનો સમાવેશ થાય છે. […]

ગુજરાતઃ ST વિભાગને ઉનાળું વેકેશનમાં 3.78 કરોડની આવક થઈ

ગાંધીનગરઃ ઉનાળુ વેકેશન 2025માં એસ.ટી નિગમ દ્વારા 2780 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેનો 8 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો. નાગરિકો ઉનાળા વેકેશનની મજા માણી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. બીજી તરફ મુસાફરોની સંખ્યામાં પણ વાર્ષિક 2.38 લાખનો વધારો થયો છે. તો પ્રવાસીઓને રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ […]

પાકિસ્તાને કરી મોટી ભૂલ, ભારતને થશે ફાયદો, PoK ને ભારતમાં ભેળવવાનો રસ્તો ખુલ્યો

ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 4 દિવસના સંઘર્ષ પછી, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે હવે જાહેરાત કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972નો શિમલા કરાર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શિમલા કરાર માત્ર સમાપ્ત થયો […]

આઈપીએલની ફાયનલ મેચ મેટ્રો ટ્રેનને ફળી, એક જ દિવસમાં 2.13 લાખ પ્રવાસીઓ નોંધાયા

IPL ફાઈનલ સહિત 9 મેચ દરમિયાન મેટ્રો ટ્રેને 16 કરોડ આવક કરી મેચના 9 દિવસમાં જ 07 લાખથી વધુ શહેરીજનોએ મેટ્રોનો ઉપયોગ કર્યો ફાઈનલ મેચના દિવસે મેટ્રોમાં એક દિવસમાં 32 લાખની આવક થઈ અમદાવાદઃ શહેરના મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના કારણે મેટ્રો ટ્રેનની આવકમાં પણ વધારો થયો છે. મોટેરા ખાતે આવેલા મોદી સ્ટેડિયમમાં 3 જૂને રમાયેલી […]

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી

અકસ્માત બાદ બન્ને ટ્રક બળીના ખાક, એક ટ્રકના ડ્રાઈવરને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ વડોદરા એક્સપ્રસે હાઈવે પર આજે પરોઢના સમયે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને ટ્રકોમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેહરાદૂનની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ‘હવામાં દોડતી બસ’નો પ્રસ્તાવ મૂક્યો

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક અનોખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાસ્તવમાં, તેમણે ડબલ-ડેકર એર બસ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે, જે રસ્તા પર નહીં, પરંતુ જમીનની ઉપર હવામાં ચાલશે. નીતિન ગડકરીનું આ સૂચન ફ્લાયઓવર અને સિગ્નલ સિસ્ટમ જેવા પરંપરાગત ટ્રાફિક સોલ્યુશન્સથી અલગ […]

સુરતના કામરેજ તાલુકાના વાવ પાસે એક વર્ષની બાળકીને શ્વાન ઉઠાવી ગયો

36 કલાક બાદ પણ બાળકીનો કોઈ પત્તો નથી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ હાથ ધરી બાળકીના લોહીના ડાઘવાળી લેગીસ જ મળી સુરતઃ  જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે આવેલી બાંધકામ સાઈટ પર ગત મંગળવારે રાતના સમયે એક વર્ષની બાળકીને ઉઠાવીને એક કૂતરો ભાગી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને આ બનાવની […]

ભારતમાં પાકિસ્તાની એજન્ટોના હની ટ્રેપ કાવતરાનો પર્દાફાશ થયો

ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસને જાણવા મળ્યું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI હેઠળ કામ કરતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) ની મહિલા એજન્ટોએ આરોપી રવિ વર્માને હની ટ્રેપમાં ફસાવવા માટે ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે પીઆઈઓના મહિલા એજન્ટોએ […]

બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડની ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત અને ડઝનબંધ ઘાયલ થયા બાદ, વિપક્ષે હવે કર્ણાટક સરકારને ઘેરી લીધી છે. ભાજપે આ ઘટનાને ‘સરકારની નિષ્ફળતા’ અને ‘રાજકીય લોભ’નું પરિણામ ગણાવ્યું છે. ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, […]

વડોદરામાં નંદેસરીની એક ઓર્ગેનિક કંપનીમાં લાગી ભીષણ આગ

ફાયરના જવાનોએ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, બનાવની જાણ થતાં કર્મચારીઓ બહાર નીકળી જતાં જાનહાની ટળી, કંપનીમાં સોલવન્ટ ભરેલા ડ્રમને લીધે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું વડોદરાઃ  શહેર નજીક નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાઓ બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code