1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બારામુલામાં આતંકવાદીઓએ પોલીસ ચોકી પાસે કર્યો ગ્રેનેડ હુમલો, કોઈ જાનહાની નહીં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. રાત્રે ઓલ્ડ ટાઉન પોલીસ સ્ટેશન પર આ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આ વિસ્ફોટમાં કોઈના ઘાયલ થયાના કોઈ અહેવાલ નથી. આ વિસ્ફોટનો અવાજ સાંભળતાની સાથે જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો. સર્ચ ઓપરેશન બાદ, રાત્રે પોલીસ ચોકીની દિવાલની બહાર એક ગ્રેનેડ […]

મણિપુરમાં ભૂકંપના બે આંચકા નોંધાયા, એકની તીવ્રતા 5.7ની નોંધાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં આજે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એકની તીવ્રતા 5.7 હતી. ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. માહિતી અનુસાર, સવારે 11.06 વાગ્યે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિલોંગ સ્થિત પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમીની ઊંડાઈએ હતું. તેમણે […]

બોફોર્સ કૌભાંડને લઈને સીબીઆઈએ અમેરિકન ખાનગી તપાસકર્તા પાસે મહત્વની માહિતી માંગી

નવી દિલ્હીઃ બોફોર્સ લાંચ કૌભાંડની તપાસમાં નવો વળાંક આવી શકે છે. સીબીઆઈએ અમેરિકન ખાનગી તપાસકર્તા માઈકલ હર્શમેન પાસેથી માહિતી માંગી છે. આ અંગે સીબીઆઈ દ્વારા અમેરિકાને ન્યાયિક વિનંતી પત્ર પણ મોકલવામાં આવ્યો છે. માઈકલ હર્શમેને બોફોર્સ લાંચ કૌભાંડ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ભારતીય તપાસ એજન્સીઓ સાથે શેર કરવાની તૈયારી દર્શાવી હતી. ફેરફેક્સ ગ્રુપના વડા માઈકલ હર્શમેન 2017 […]

દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રીની સોનાની દાણચોરીના આરોપ સબબ ધરપકડ કરાઈ

બેંગ્લોરઃ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવની સોનાની દાણચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ અભિનેત્રી પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ રાત્રે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી સોનાની દાણચોરીના આરોપમાં તેની ધરપકડ કરી હતી. અભિનેત્રી પર 14.8 કિલો સોનું રાખવાનો આરોપ હતો. તેણીને ન્યાયાધીશ […]

જે કોઈ અમારી ઉપર વધુ ટેક્સ લાદશે, અમે તેમના પર એટલો જ ટેરિફ લાદીશુઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોને અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદનારા દેશોની યાદીમાં સામેલ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે કોઈપણ દેશ આપણા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે તેમની સામે પણ એ જ ટેરિફ લાદવાના છીએ. અમે આ માટે 2 એપ્રિલની તારીખ નક્કી […]

ચિત્રકુટમાં પીકઅપ વાહન અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ચિત્રકુટ જિલ્લામાં પિકઅપ વાહન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી છની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  ચિત્રકૂટ જિલ્લામાં, એક ડમ્પરે મજૂરોને લઈ જઈ રહેલા પિકઅપ ટ્રકને ટક્કર મારતા સર્જાયેલા […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પાસીઘાટ પરિસરે બીપીઆરડીના સહયોગથી નવા ક્રિમિનલ લૉ એન્ડ જેલ વેલફેર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કર્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) પાસીઘાટ કેમ્પસે ગર્વભેર તેના નવા ફોજદારી કાયદા અને જેલ કલ્યાણ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે જેલ વહીવટ અને કેદીઓના કલ્યાણને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)ના ડાયરેક્ટર જનરલ આઇપીએસ રાજીવ કુમાર શર્મા વર્ચ્યુઅલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. […]

અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદને સંયુક્ત સત્રમાં સંબોધિત કરતી વખતે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ સરકાર કરી શકી નથી. ટ્રમ્પે કહ્યું કે, “6 અઠવાડિયા પહેલા, હું આ કેપિટોલના ગુંબજ નીચે ઊભો હતો […]

અમેરિકાઃ ટ્રમ્પ વિશે નિવેદન કરવા મામલે ડેમોક્રેટિક સાંસદ અલ ગ્રીનને હાઉસ ચેમ્બરમાંથી બહાર કાઢી મુકાયા

ડેમોક્રેટિક સાંસદ અલ ગ્રીનને હાઉસ ચેમ્બરમાંથી બહાર કાઢી મુકાયા હતા. તેઓ પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતમાં બોલ્યા અને કહ્યું કે, તમારી પાસે જનાદેશ નથી. વારંવાર ચેતવણી આપવા છતાં, તેઓએ ટ્રમ્પના ભાષણમાં વિક્ષેપ પાડવાનું ચાલુ રાખ્યું. આ પછી, સ્પીકર માઈન જોહ્ન્સને તેમને બહાર કાઢવા આદેશ આપ્યો હતો. જ્યારે ટ્રમ્પે ભાષણ આપ્યું, ત્યારે ઓછામાં ઓછા […]

ગુજરાતમાં નાગરિકોમાં સ્થૂળતા ઘટાડવા મામલે અભિયાન શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 4 માર્ચ, 2025ના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code