1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પાસીઘાટ પરિસરે બીપીઆરડીના સહયોગથી નવા ક્રિમિનલ લૉ એન્ડ જેલ વેલફેર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કર્યો
રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પાસીઘાટ પરિસરે બીપીઆરડીના સહયોગથી નવા ક્રિમિનલ લૉ એન્ડ જેલ વેલફેર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કર્યો

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના પાસીઘાટ પરિસરે બીપીઆરડીના સહયોગથી નવા ક્રિમિનલ લૉ એન્ડ જેલ વેલફેર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કર્યો

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) પાસીઘાટ કેમ્પસે ગર્વભેર તેના નવા ફોજદારી કાયદા અને જેલ કલ્યાણ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે જેલ વહીવટ અને કેદીઓના કલ્યાણને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)ના ડાયરેક્ટર જનરલ આઇપીએસ રાજીવ કુમાર શર્મા વર્ચ્યુઅલી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ઉપસ્થિત વિશિષ્ટ અતિથિઓમાં પૂર્વ સિયાંગના માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી તાયી તગ્ગુ, પૂર્વ સિયાંગના પોલીસ અધિક્ષક, આઈપીએસ પંકજ લાંબા; બીપીઆરડીના સહાયક નિયામક શ્રી કે. કે. મીના; અને 5માં આઈ.આર.બી.એન.બી.ક્યુ.ના કમાન્ડન્ટ, આઈ.પી.એસ. ગરિમા સિંહ સામેલ થયા હતા.

તાજેતરના નવા ફોજદારી કાયદા (NCL)એ જેલના અધિકારીઓને કાયદાકીય સુધારાઓ અને સુધારાત્મક સંસ્થાઓને અસર કરતા પ્રક્રિયાગત સુધારાઓની ઊંડાણપૂર્વકની જાણકારી મેળવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેના પ્રતિભાવમાં, RRUએ BPRDના સહયોગથી વિકસતા કાનૂની માળખાને અપનાવવા માટે જેલના અધિકારીઓને જરૂરી કૌશલ્યો અને આંતરદૃષ્ટિથી સજ્જ કરવા માટે આ વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજ કર્યું છે.

આ કાર્યક્રમ કાનૂની અનુપાલન, નૈતિક વહીવટ અને આધુનિક સુધારાત્મક નીતિઓ પર ભાર મૂકીને જેલ વ્યવસ્થાપન માળખાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જવાબદારી અને કાર્યદક્ષતા વધારવા માટે પુરાવા-આધારિત રિપોર્ટિંગ, કેસ દસ્તાવેજીકરણ અને કાનૂની પ્રક્રિયાઓમાં તાલીમ પણ પૂરી પાડે છે. તદુપરાંત, અભ્યાસક્રમમાં સહભાગીઓને ડિજિટલ ટૂલ્સ, સર્વેલન્સ તકનીકો અને ફોરેન્સિક એપ્લિકેશન્સનો પરિચય આપવામાં આવ્યો છે. જેનો હેતુ જેલની સુરક્ષા અને કેદીઓની દેખરેખને વેગ આપવાનો છે. સુરક્ષા અને પુનર્વસન વચ્ચેનો સંતુલિત અભિગમ આ પહેલના હાર્દમાં છે. જે સુનિશ્ચિત કરે છે કે શિસ્ત જાળવવાની સાથે-સાથે સુધારણાની સુવિધાઓ સુધારાના કેન્દ્રો તરીકે કામ કરે છે.

મિશ્રિત શિક્ષણ અનુભવ તરીકે રચાયેલા પ્રોગ્રામમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને સત્રોનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, મણિપુર, મિઝોરમ, આસામ અને ઓડિશા સહિત 10 રાજ્યોમાંથી 80 નામાંકનો પ્રાપ્ત થયા છે. આ પહેલમાં વ્યાપક ભાગીદારી પ્રાપ્ત થઈ છે. હાલમાં 3 માર્ચથી 7 માર્ચ સુધી ચાલી રહેલા ઓફલાઇન ટ્રેનિંગ મોડ્યુલમાં 28 જેલ અધિકારીઓ છે. જ્યારે ઓનલાઇન સેશન 12 માર્ચથી 14 માર્ચ અને 17 માર્ચથી 19 માર્ચ સુધી નક્કી કરવામાં આવ્યા છે.

કાયદાના અમલીકરણ અને સુરક્ષા સુધારણા પ્રત્યેની તેની ચાલુ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, RRU પાસીઘાટ કેમ્પસે અગાઉ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમમાં પોલીસ વિભાગો માટે નવા ફોજદારી કાયદાઓ પર તાલીમ કાર્યક્રમો યોજ્યા હતા. જેલ અધિકારીઓ સુધી આ પહેલનો વિસ્તાર કરીને RRU ઉત્તરપૂર્વના વિશિષ્ટ સામાજિક-સાંસ્કૃતિક અને લોજિસ્ટિક પડકારોને અનુરૂપ ક્ષેત્ર-વિશિષ્ટ તાલીમ સુનિશ્ચિત કરે છે.

ઉદ્ઘાટન સત્રમાં નિવૃત્ત આઇજી જેલ શ્રી મિચિ પાકુનું મુખ્ય સંબોધન હતું. જેમણે સુધારાત્મક વહીવટમાં મૂલ્યવાન સમજ પ્રદાન કરી હતી. તેમના સંબોધન દરમિયાન ડીજી બીપીઆરડીએ આ પહેલની આગેવાની લેવા બદલ RRUની પ્રશંસા કરી હતી અને જેલના અધિકારીઓને અદ્યતન જ્ઞાન અને તકનીકી પ્રગતિથી સજ્જ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં 70 ટકા અંડર-ટ્રાયલ કેદીઓ છે; નવા ફોજદારી કાયદા આ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને ન્યાયિક પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તાલીમાર્થીઓને આ તકનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરતાં તેમણે સુધરાઈના વહીવટ અને કેદીઓના કલ્યાણ પર કાર્યક્રમનું ધ્યાન કેન્દ્રિત કરવાની પુનઃપુષ્ટિ કરી હતી.

આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાઈને RRU પ્રો-વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) કલ્પેશ એચ.વાન્દ્રાએ સુધરાઇના વહીવટમાં પ્રાયોગિક તાલીમના મહત્વ પર ભાર મૂક્યો હતો. જેથી જેલ તંત્રની સુચારુ કામગીરી માટે અધિકારીઓને હાથોહાથનો અનુભવ મળી રહે.

ડેપ્યુટી કમિશનર ઇસ્ટ સિયાંગ, શ્રી તાયી તેગ્ગુએ RRUની પહેલની પ્રશંસા કરી હતી. જે જેલ વિભાગો માટે અગ્રણી પ્રયાસ છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને લાભ આપવા માટે નવા ફોજદારી કાયદાની પહેલને વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને આ કાનૂની જ્ઞાનને નાગરિકો સુધી પહોંચાડવાની હિમાયત કરી હતી.

પોલીસ અધિક્ષક પૂર્વ સિયાંગ, આઈપીએસ પંકજ લાંબાએ ઉત્તર-પૂર્વમાં RRUની પહોંચની પ્રશંસા કરી હતી અને જિલ્લા નિરીક્ષકો અને સબ-ઇન્સ્પેક્ટરો માટે નવા ગુનાહિત સુધારા પર કેમ્પસના અગાઉના તાલીમ મોડ્યુલોને સ્વીકાર્યા હતા. તેમણે અધિકારીઓ માટે સતત જ્ઞાનના અપગ્રેડેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સાયબર સુરક્ષા, તપાસની ટેકનિક અને માર્ગ સલામતી જેવા ક્ષેત્રોમાં RRU સાથે ચાલી રહેલા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો.

નવો ફોજદારી કાયદો અને જેલ કલ્યાણ તાલીમ કાર્યક્રમ ઉત્તરપૂર્વમાં જેલ વહીવટ અને સુધારાત્મક નીતિઓને મજબૂત કરવાના પરિવર્તનશીલ પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં કાનૂની જાગૃતિ અને સંસ્થાકીય ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે RRUની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code