1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં અસહ્ય તાપમાનને લીધે પાણીના વપરાશમાં 25 મિલિયન લિટરનો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શનિવારે તો શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતુ. ગરમી વધવાને લીધે શહેરમાં પાણીના વપરાશમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવતાં રોજિંદા પૂરવઠામાં 25 મિલિયન લિટર (એમએલડી)નો વધારો થવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજી પણ પાણીની સમસ્યા […]

મોઢેરા બાદ હવે દ્વારકાને સોલાર વિજળીથી ઝળહળતું કરાશે, હાલ વાર્ષિક 2 કરોડ યુનિટનો વપરાશ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થતાં વીજળીની માગમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. સરકારે પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાંથી વીજળી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનાવ્યું છે. ને સૂર્ય ઊર્જાથી મોઢેરા ગામ ઝળહળી ઉઠ્યુ છે. હવે મોઢેરા બાદ કૃષ્ણભૂમિ દ્વારકાને સંપૂર્ણ સોલારનગર બનાવાશે. યાત્રાધામ દ્વારકા સોલાર […]

કોરોના: દેશમાં 24 કલાકમાં 1,272 નવા કેસ સામે આવ્યા,સક્રિય કેસ 15,515

કોરોનાના કેસ ફરી જોવા મળ્યા  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1272 નવા કેસ દર્દીઓના સાજા થવાનો દર 98.78 ટકા સક્રિય કેસ 15,515 થયા દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જોવા મળી રહ્યા છે.કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.અને કોરોનાને રોકવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે કોવિડ-19ના એક દિવસમાં 1,272 […]

બોટાદના તળાવમાં નહાવા પડેલા 5 તરૂણોના ડૂબી જતા મોત, એક તરૂણના પિતાને હાર્ટએટેક આવ્યો

બોટાદ: શહેરના કૃષ્ણ સાગર તળાવમાં ગરમીને લીધે નહાવા ગયેલા પાંચ તરૂણોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ઘટનનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં તળાવ નજીક એકત્ર થયા હતા. આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે,  બોટાદના સાળંગપુર રોડ પર આવેલા મહમદનગર-1માં રહેતા અહેમદ ઉર્ફે ભાવેશ […]

બીજ નિગમ દ્વારા બિયારણ માટે ખરીદાતા પાકના ખેડુતોને પુરતા ભાવ આપવા કૃષિમંત્રીની સુચના

ગાંધીનગરઃ ગુજરાત બીજ નિગમ દ્વારા ખેડુતોને પ્રામાણિત કરેલું બિયારણ આપવામાં આવે છે. બિયારણ માટે જીરૂ, મગફળી, દીવેલા, સહિતનો પાક ખેડુતો પાસેથી ખરીદવામાં આવે છે. પરંતુ ખેડુતો પાસેથી  જે ફસલ ખરીદવામાં આવે છે. તેના બીજ નિગમ દ્વારા પુરતા ભાવ અપાતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. આથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બીજ નિગમના અધિકારીઓને બોલાવીને ખેડુતોને […]

અભિનેતા સલમાન ખાને કોલકાતા ખાતે સીએમ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

સલમાન ખઆને મમતા બેનર્જી સાથએ કરી મુલાકાત કોલકાતા ખાતે થઈ આ મુલાકાત કોલકાતોઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની તાજેતરમાં જ કિસીકા ભાઈ કિસી કી જાન રિલીઝ થી હતી ,સલમાન ખાન હંમેશા બોલિવૂડમાં ચર્ચાનો વિષય રહેતા હોય છે.ત્યારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમના કાલીઘાટ નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. જાણકારી […]

પાલિતાણામાં ટુરિઝમ વિભાગની હોટલને તાળાં, સરકારને જ હોટલ ચલાવવામાં કોઈ રસ નથી

પાલિતાણાઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ટૂરિઝમ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસીઓને માટે જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણામાં કરોડોના ખર્ચે ભવ્ય કહી શકાય તેવી ‘ હોટલ સુમેરૂ’ બનાવવામાં આવી હતી. જો કે, કોરોના નામે બંધ કરવામાં આવેલી આ હોટલ ત્રણ વર્ષ પછી પણ શરૂ કરવામાં આવતી […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા […]

કરજણમાં સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગરે ફાડી ખાધી

વડોદરાઃ  જિલ્લાના કરજણમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોવા માટે ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઊંડા પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. જ્યાં તળાવમાં ફરતા મગરોની વચ્ચેથી મહિલાના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવથી ગામમાં ગમગીની […]

અમદાવાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ટર્મ પુરી થતી હોવાથી 50 ટકા ગ્રાન્ટ વાપરી શકશે

અમદાવાદઃ જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે હાલના પદાધિકારીઓ આ વર્ષની ગ્રાન્ટની રકમ પુરેપુરી વાપરી શકશે નહીં. જિલ્લા પંચાયતના  પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેનો 50 ટકા ગ્રાન્ટની રકમ જ વાપરી શકશે. અત્યાર સુધી ટર્મ પૂરી થાય તે વર્ષમાં પૂરી ગ્રાન્ટ વાપરી નાંખવામાં આવતી હતી. જેથી નવા આવનાર સભ્યોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code