1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા સલમાન ખાને કોલકાતા ખાતે સીએમ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત
અભિનેતા સલમાન ખાને કોલકાતા ખાતે સીએમ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

અભિનેતા સલમાન ખાને કોલકાતા ખાતે સીએમ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

0
Social Share
  • સલમાન ખઆને મમતા બેનર્જી સાથએ કરી મુલાકાત
  • કોલકાતા ખાતે થઈ આ મુલાકાત

કોલકાતોઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની તાજેતરમાં જ કિસીકા ભાઈ કિસી કી જાન રિલીઝ થી હતી ,સલમાન ખાન હંમેશા બોલિવૂડમાં ચર્ચાનો વિષય રહેતા હોય છે.ત્યારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમના કાલીઘાટ નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી.

જાણકારી પ્રમાણે સલમાન ખાન સાંજે લગભગ 4 વાગ્યેની 30 મિનિટ આસપાસ  સીએમ નિવાસસ્થાને પહોંચ્યો હતો, જે દરમિયાન સુપરસ્ટારની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો રસ્તાઓ પર એકઠા થયા હતા.મોટા પ્રમાણમાં લોકોએ સલમાનનું સ્વાગત કર્યું હતું.

સલમાન ખઆન સાથેની આ મિટિંગ બાદ મમતા બેનર્જીએ કહ્યું કે મીટિંગ દરમિયાન તેઓએ સિનેમાની દુનિયાથી લઈને કલા, સમાજ અને લોકોના વિકાસ સુધીના વિવિધ વિષયો પર ચર્ચા કરી.

આ મુલાકાતને લઈને  મમતા બેનર્જીએ ફેસબુક  પર એક પોસ્ટ પણ કરી છે જેમાં  સીએમ એ લખ્યું છે કે  “હું આજે મારા નિવાસસ્થાને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મળીને અને તેની સાથે વાતચીત કરીને ખૂબ જ ખુશ હતી. અમે સિનેમાની દુનિયાથી લઈને કલા, સમાજ અને લોકોના વિકાસ સુધીના વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા કરી. વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે અહીં આવવા બદલ હું સલમાનનો ખાસ આભાર વ્યક્ત કરું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code