Homeગુજરાતીગુજરાતસિનિયર સિટિઝને મોબાઈલ પર આવેલી APK ફાઈલ ખોલતા બેન્કમાંથી 20 લાખ ઉપડી...

સિનિયર સિટિઝને મોબાઈલ પર આવેલી APK ફાઈલ ખોલતા બેન્કમાંથી 20 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 26 સપ્ટેમ્બર, 2026 : Senior citizens lost Rs 20 lakh from bank after opening APK file on mobile સાબર માફિયા અવનવી તરકીબો અપનાવીને લોકોને ઠગતા હોય છે. સ્માર્ટફોન અને સોશિયલ મિડિયાના જમાનામાં વધુ સતર્ક રહેવું જરૂરી બન્યુ છે. મોબાઈલ નંબર ખાતા બેન્ક ખાતા સાથે કનેક્ટ હોવાથી સાયબર માફિયાઓ એપીકે ફાઈલ મોકલીને તેને ડાઉનલોડ કરતા જ મોબાઈલ ફોન હેન્ગ થઈ જાય છે અને ફોનના એક્સેસ સાયબર માફિયાના હાથમાં જતા રહે છે. અને બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડી જાય છે. આવો જ એક વધુ બનાવ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝન સાથે બન્યો છે.

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનના એકાઉન્ટન્ટના નંબર પર ઓળખીતાના વોટ્સએપ નંબર પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ ડાઉનલોડ કરતા જ સિનિયર સિટિઝનના મોબાઇલનું એક્સેસ સાયબર ગઠિયાઓએ મેળવી લીધું હતું. ત્રણ અલગ અલગ એકાઉન્ટમાંથી ગઠિયાઓએ 156 ટ્રાન્જેક્શન દ્વારા 20 લાખ ઉપાડી લીધા હતા જે અંગે સિનિયર સિટિઝને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાલડી વિસ્તારમાં રહેતા 67 વર્ષીય સિનિયર સિટિઝન એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના મોબાઈલ નંબરથી તેમનું, તેમના પત્નીનું અને એક મિત્રનું એકાઉન્ટ નંબર લિંક હતું. થોડા દિવસ વૃદ્ધને તેમના ઓળખીતા ગેરેજવાળા મારફતે એક APK ફાઇલ આવી હતી. આ APK ફાઇલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામની હતી જે ફાઇલ ડાઉનલોડ કરતા અંદર કઈ મળી આવ્યું ન હતું. જો કે થોડા દિવસ બાદ સિનિયર સિટિઝનના દીકરાએ પિતાના ખાતામાંથી ચેક ભર્યો તો રિટર્ન થયો હતો જેથી સિનિયર સિટિઝને બેંકમાં જઈને તપાસ કરતા તેમના, પત્નીના અને મિત્રના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા લાખો રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. 156 અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 20.06 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જે અંગે વૃદ્ધે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular