1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જાહેર રોડ ઉપર વિશાળ સ્ક્રીન મુકી IPL દર્શાવાતા પોલીસ કાર્યવાહી

વડોદરાઃ શહેરમાં વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પર પોલીસની મંજુરી વિના ભાજપના કોર્પોરેટરે વિશાળ સ્ક્રીન મુકીને આઈપીએલની ક્રિકેટ મેચ દર્શાવાતા પોલીસ દોડી ગઈ હતી. અને સ્ક્રીન પર દર્શાવાતી મેચ બંધ કરાવી હતી. જોકે કેટલાક દિવસથી મોટા સ્ક્રીન પર આઈપીએલ મેચ દશાવાતી હતી. પણ ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ ઉઠતા આખરે પોલીસ દોડી આવી હતી. સૂત્રોના […]

યોગી સરકારે બદલ્યું વધુ એક નામ! પ્રતાપગઢના ‘માનગઢ’નું નામ હવે ‘કૃપાલધામ માનગઢ’ થી ઓળખાશે

લખનઉ : યોગી સરકારે વધુ એક વિસ્તારનું નામ બદલી નાખ્યું છે. પ્રતાપગઢના કુંડા તાલુકાના માનગઢ ગામનું નામ બદલીને કૃપાલુ ધામ માનગઢ કરવામાં આવ્યું છે. આદેશ જારી કરવામાં આવ્યો છે. એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ સુધીર ગર્ગે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. પ્રતાપગઢ કુંડા તાલુકામાં સ્થિત માનગઢમાં જગદગુરુ કૃપાલુજી મહારાજ દ્વારા બંધાયેલ ભક્તિધામ મંદિર છે. આ […]

વડોદરાના ચાંદોદમાં નર્મદાના કિનારે ગંગા દશહરાના દિવસે મુખ્યમંત્રી પટેલ આરતી ઉતારશે

વડોદરાઃ જિલ્લાના ચાંદોદ નર્મદાના કિનારે આવેલું પિતૃ તર્પણ માટેનું ધામ છે. અહી અનેક મંદિરો પણ આવેલી છે. અને રોજબરોજ ઘણાબધા યાત્રાળુંઓ પણ આવે છે. ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી નર્મદા નદીમાં ગંગા દશહરાની ઊજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ ગંગા દશહરાના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને આરતી કરશે. […]

ભાવનગરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના અડધો ડઝન પ્લોટ્સમાં દબાણો હટાવાતા નથી

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તા પરના દબાણો અવાર-નવાર હટાવવામાં આવતા હોય છે. અને દબાણ હટાવની કામગીરીમાં પણ તંત્રની ઈચ્છાશક્તિ બળવાન હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની માલિકીની જગ્યામાં અને રોડ પૈકીની જગ્યા પર રાખેલી કેબીનો, લારી ગલ્લાને નોટિસ આપ્યાના અથવા તો નોટિસ વગર પણ ગણતરીના દિવસોમાં જ હટાવી દેવામાં આવતા હોય છે. જ્યારે શહેરના ઘોઘા રોડ પર […]

ભાવનગરમાં રેલવે ફાટક પર ટ્રેન આવતી હતી ત્યારે જ ટ્રાફિક જામ થતા અકસ્માત સર્જાતા રહી ગયો

ભાવનગરઃ શહેરમાં કૂભારવાડા રેલવે ફાટક ટ્રાફિક માટે માથાના દુઃખાવારૂપ બની ગયું છે. આ ફાટક પર ટ્રાફિક ખૂબ જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન આવતી હોય તે પહેલા ફાટક બંધ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે એક મિનિટ રોકાવવા પણ વાહનચાલકો તૈયાર નથી હોતા. એટલે વાહનોનો અવિરત પ્રવાહ ચાલું રહેતો હોવાથી ફાટક બંધ […]

ભાવનગર એસટી ડિવિઝનને નવી 34 એસટી બસોની ફાળવણી, સાંસદના હસ્તે 9 બસનું લોકાર્પણ

ભાવનગરઃ ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ એસટી ડિવિઝનોને મર્યાદિત સંખ્યામાં નવી બસો ફાળવવામાં આવી છે. જેમાં ભાવનગર ડિવિઝનને 34 બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ભાવનગર ડેપોને 9 બસ ફાળવાતા નવી બસોનું લોકાર્પણ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે સાંસદ ડો.ભારતીબેનના હસ્તે કરાયું હતું. સાંસદ શિયાળે લીલી ઝંડી આપીને નવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં સ્લીપરો, […]

અમદાવાદમાં RTE હેઠળ ખોટીરીતે પોતાના બાળકોને પ્રવેશ અપાવનારા 135 વાલીઓ સામે કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં ગરીબ પરિવારોના બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આરટીઈના કાયદાનો કેટલાક વાલીઓ ગેરલાભ ઉઠાવીને પોતાના બાળકોને સારી સ્કૂલોમાં પ્રવેશ અપાવી દેતા હોય છે. અમદાવાદમાં 135 વાલીઓ બોગસ દસ્તાવેજના આધારે પ્રવેશ લેવા જતાં ભરાયા છે. જેને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવા વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ રદ કરી દેવાયા છે. આ […]

રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ રાજ્યના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં […]

કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જવાબ આપી બોલતી કરી બંધ

જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનને પેટમાં દુખ્યું ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પાકની બોલતી બંધ કરી દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોમાં જી 20ના અલગ અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છએ જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ બેઠક યોજાઈ રહી છે જો કે આ વાત ચીન અને […]

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code