1. Home
  2. ગુજરાતી
  3. પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી
પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

0

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું હતું કે, 24 ઓક્ટોબર, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સંસદ એનેક્સીનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ 15 ઓગસ્ટ, 1987ના રોજ રાજીવ ગાંધીએ સંસદની લાઈબ્રેરીનો શિલાન્યાસ કર્યો હતો. જેથી કોંગ્રેસે વિવિધ આર્ટિકલ હેઠળ પોતાના દંભને યોગ્ય ઠરાવવાને બદલે આ ઐતિહાસિક સિદ્ધિમાં ભારત સાથે જોડાવવું જોઈએ.

 

નવા સંસદભવનના પીએમ મોદીના હસ્તે ઉદઘાટનનો વિરોધ કરતા કોંગ્રેસને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ભૂતકાળ યાદ કરાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતા તો હવે શુ કામ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિરોધ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિજી અંગે અયોગ્ય ટિપ્પણી કરતા હતા. દુઃખની વાત એ છે કે પોતાને રાષ્ટ્રીય પાર્ટી કહેતી કોંગ્રેસમાં રાષ્ટ્રપેમ અને ભારતના વિકાસને લઈને ગર્વની અનુભૂમિનો અભાવ જોવા મળે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી અસ્પષ્ટ અને ભ્રામક વાતો કરી રહ્યા છે.  હરદીપસિંહ પુરીના શબ્દો ખૂબ જ અસ્પષ્ટ અને મૂંઝવણભર્યા છે, એનેક્સી, સંસદ પુસ્તકાલય અને નવા સંસદ ભવન વચ્ચે અનેક ગણું અંતર છે. રાજ્યસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિને પણ નિમંત્રણ પત્ર ઉપર પોતાનું નામ નહીં હોવાથી આશ્ચર્યમાં મુકાયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી મેના રોજ નવા સંસદભવનનું ઉદઘાટન કરશે. આ માટે તમામ સાંસદો અને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપ્યું છે. બીજી તરફ પીએમ મોદીના હસ્તે સંસદભવનના ઉદઘાટનનો કોંગ્રેસ સતત વિરોધ કરી રહ્યું છે, તેમજ નવા સંસદભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી, આરજેડી અને સમાજવાદી પાર્ટી સહિતની વિપક્ષી પાર્ટીઓએ ઉદઘાટન સમારોહના બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.