1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સરહદી તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

નવી દિલ્હી: ભારત અને ચીનની સેનાઓએ લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. 23મી કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટો મોલ્ડો-ચુશુલમાં યોજાઈ હતી, જ્યાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ બેઠક ભારતીય બાજુએ મોલ્ડો-ચુશુલ સરહદ મીટિંગ પોઈન્ટ પર થઈ હતી. બંને દેશોના વરિષ્ઠ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ વિમાનમાં ઉડાન ભરી

અંબાલા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં તેમની પહેલી ઉડાન ભરી. વિમાન લગભગ 20 મિનિટ સુધી ઉડાન ભરી. વિમાનનું સંચાલન એક મહિલા પાઇલટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા, અંબાલા એરફોર્સ સ્ટેશન પર તેમને વાયુસેનાના કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુ યોદ્ધાઓનું સન્માન કરશે. […]

ભારત ગ્લોબલ રિફાઇનિંગ અને એનર્જી હબ તરીકે ઉભરી આવશે: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ ભારતનું પેટ્રોલિયમ અને ઊર્જા ક્ષેત્ર પરિવર્તનશીલ વિસ્તરણમાંથી પસાર થઈ રહ્યું છે, જે વૈશ્વિક ઊર્જા ભવિષ્યને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, એમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે ​​હૈદરાબાદમાં એનર્જી ટેકનોલોજી મીટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતની ઊર્જા યાત્રા દૂરંદેશી નીતિ માળખા, ઝડપી […]

24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 3,034 ઘટીને રૂ. 1,18,043 થયો

મુંબઈઃ ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 3,034 ઘટીને રૂ. 1,18,043 થયો છે. અગાઉ, ભાવ 1,21,077 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ.1,10,907 થી ઘટીને રૂ.1,08127 થયો છે. દરમિયાન, 18 કેરેટ સોનાનો ભાવ રૂ.90,809 પ્રતિ 10 ગ્રામથી ઘટીને રૂ.88,532 થયો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં […]

ભારતમાં બિલિયર્ડ્સ પંકજ અડવાણીએ સાતમી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

ભારતમાં બિલિયર્ડ્સ અને સ્નૂકરની ચર્ચા પંકજ અડવાણી વિના થઈ શકે નહીં. અડવાણીએ બંને રમતોમાં વૈશ્વિક મંચ પર મોટી સફળતા મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. 2002 થી સિનિયર કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે સક્રિય, અડવાણીએ 29 ઓક્ટોબર, 2012 ના રોજ સાતમી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. પંકજે ફાઇનલમાં ઇંગ્લેન્ડના માઇક રસેલને હરાવ્યો. 2012 ની વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપની […]

રવિ મોસમ માટે 37 952 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય સચિવ હશે. સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર […]

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાક ધોવાયો

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોન્થાએ આંધ્રપ્રદેશ અને યાનમમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ […]

ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ, ડીસામાં 2 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં […]

ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શકયતા

હૈદરાબાદઃ ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) વહેલી સવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ છે. ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રચાયેલા ચક્રવાત માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટક્યું હતું. IMD […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code