લો હવે પોલીસ કર્મચારીઓ જ બન્યાં સાયબર હેકર્સનો શિકાર, ડિજીટલ લગ્નની કંકોત્રીમાં બતાવી ફસાવ્યાં
ઉત્તરપ્રદેશની હાઈ-ટેક પોલીસ પોતે જ સાયબર હેકર્સનો શિકાર બની ગઈ છે. અમેઠી જિલ્લામાં ત્રણ પોલીસકર્મીઓના મોબાઇલ ફોન હેક કરીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક પોલીસ પ્રભારી અને બે હવાલદારના વોટ્સએપ પર હેકર્સે ડિજિટલ લગ્નની કંકોત્રી (ઇન્વિટેશન) મોકલી. આ મેસેજ સાથે આવેલા APK ફાઈલને […]


