1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ચૂંટણીઃ રાજ્યના વિવિધ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવ્યા છે વિશિષ્ટ મતદાન મથકો

અમદાવાદઃ મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે. ગુજરાત રાજ્યમાં […]

કેજરીવાલની ધરપકડ વચ્ચે બ્રિટિશ સાંસદ પ્રીતિ ગિલ સાથે રાઘવ ચઢ્ઢાએ કરી મુલાકાત, ભાજપે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ચાલી રહેલા રાજકીય વિવાદની વચ્ચે ભાજપે સવાલ કર્યો છે કે કેજરીવાલના ભૂરી આંખોવાળા છોકરા રાઘવ ચઢ્ઢા હજીપણ બ્રિટનમાં કેમ છે અને તેમણે બ્રિટિશ લેબર સાંસદ પ્રીત ગિલ સાથે મુલાકાત કેમ કરી, જે ખુલ્લેઆમ કાશ્મીરમાં ભાગલાવાદની તરફદારી કરે છે. મહત્વપૂર્ણ છે કે 51 વર્ષીય પ્રીત ગિલ બ્રિટનના પહેલા […]

PM મોદીના વખાણ, રાહુલ ગાંધીને અપખોડયા, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવેદનના શું છે રાજકીય અર્થ?

કોલકત્તા: લોકસભા ચૂંટણીના દંગલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટીએમસીના નંબર-ટુની હેસિયત ધરાવતા અભિષેક બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમને નિશાને લીધા અને ઈન્ડિયા ગઠબંધનના નિષ્ફળ હોવાના કારણો પણ ગણાવ્યા છે. અભિષેક બેનર્જીએ ન્યૂઝ-18ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો […]

લોકસભા ચૂંટણીઃ મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, […]

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ

શિમલા: કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. હિમાચલ પ્રદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઘણાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. તેવામાં હવે કોંગ્રેસના […]

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા […]

વડોદરાથી ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઈન્કાર, જાણો શું છે કારણ?

વડોદરા: ગુજરાતના વડોદરામાં ભાજપમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. અહીંથી ભાજપના સીટિંગ એમપી રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી માટે આ બેઠક પરથી ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમણે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે. રંજનબહેન ભટ્ટ ગત 2 ટર્મથી સાંસદ છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠા બેઠકના ભાજપાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, પહેલા અમદાવાદ પૂર્વ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ ભાજપામાં કેટલાક ઉમેદવારો ચૂંટણી […]

લોકસભા ચૂંટણીઃ મતદાન વખતે આંગળી ઉપર લગાવાતી શાહી ભારતમાં જ બને છે

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચ તમામ તૈયારીઓ કરી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે ક્યાંથી આવે છે? કેવી રીતે બને છે અને […]

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code