શામળાજી, 30 એપ્રિલ 2026: Change in darshan timings સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તારીખ આવતીકાલે 1 મે ને શુક્રવાર વૈશાખ સુદ પૂનમે ભગવાન શામળાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને આરતીનું વિશેષ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે વૈશાખ સુદ પૂનમ, શુક્રવાર તા. 1 મે 2026 ના રોજ ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન માટે મંદિરના દ્વાર વહેલી સવારે 6: કલાકે ખુલશે અને 6 :45 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 8:30કલાકે શણગાર આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ઠાકોરજીનેરાજભોગ ધરાવવા માટે સવારે 11:30કલાકે મંદિરના દ્વાર બંધ થશે અને ત્યારબાદ 12:15 કલાકે રાજભોગ આરતી બપોરે મંદિર બંધ થશે. 12:30 ઉત્તથાપન મંદિર ખુલશે 2:15 સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે.બપોરે ૨:૧૫ કલાકે ઉત્થાપન બાદ મંદિર ફરી ખુલશે, જ્યાં ભક્તો સાંજે 7: કલાકે સંધ્યા આરતી અને રાત્રે 8:15 કલાકે શયન આરતીનો લાભ લઈ શકશે. રાત્રે 8:30 કલાકે મંદિર મંગલ (બંધ) થશે. તેમ મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

