
અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર
અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થયાં બાદ રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના ગાઈડલાઈન અનુસાર હાલ રેલ વ્યવહાર ચાલી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી દરભંગા જતી ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 18મી ડિસેમ્બરથી 15 મિનિટ પહેલા પ્રસ્થાન કરશે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 18 ડિસેમ્બરથી અમદાવાદથી ચાલતી દરભંગા સ્પેશિયલ 15 મિનિટ પહેલા પ્રસ્થાન કરશે. આ ટ્રેન દર શુક્રવારે રાતના 8.40 કલાકે ઉપડતી હતી તેની જગ્યાએ હવે 8.25 કલાકે અમદાવાદથી દરભંગા જવા રવાના થશે. તેમજ રેલવે તંત્ર દ્વારા આ અંગે મુસાફરોને એસએમએસ મારફતે જાણકારી પણ આપવામાં આવશે.