Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા, PM મોદી અને અમિત શાહને મળશે

Social Share

ગાંધીનગર, 2 જાન્યુઆરી 2026: Chief Minister Bhupendra Patel arrives in Delhi on a visit રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી દિલ્હીની બે દિવસની સત્તવાર મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ અને સહકાર મંત્રી અમિક શાહને મળીને રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકની બીજી કડીને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી  કેન્દ્ર સરકારના ટોચના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે. મુખ્યમંત્રીની દિલ્હીની આ મુલાકાતને ગુજરાતના વિકાસ અને આવનારા મહત્વના કાર્યક્રમોની તૈયારીના દ્રષ્ટીકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીની સત્તાવાર મુલાકાતે પહોચ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી તારીખ 10 અને 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા કરવાનો છે. ખાસ કરીને રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકની બીજી કડીને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે મુખ્યમંત્રી વડાપ્રધાનને વિગતવાર માહિતી આપશે. સુરક્ષા વ્યવસ્થા, લોજિસ્ટિક સપોર્ટ, મહેમાનોની વ્યવસ્થા અને સંકલન જેવા મુદ્દાઓ બેઠકના મુખ્ય એજન્ડા રહેશે.

રાજકોટ ખાતે આગામી 10મી જાન્યુઆરીથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં આ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન વધુ મજબૂત બને તે માટે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ-શો યોજાશે. રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શો દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકો દ્વારા ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક વિકાસ અને કેન્દ્ર–રાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પણ મુલાકાત લેશે.

Exit mobile version