Site icon Revoi.in

ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું

Social Share

નવી દિલ્હીઃ ચિલીના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે. ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું છે. ચિલી એન્ડ ઇન્ડિયા-સાઇડ બાય સાઇડ ઇન ધ ગ્લોબલ સાઉથ વિષય પર 53મા સપ્રુ હાઉસ વ્યાખ્યાન આપતા રાષ્ટ્રપતિ ફૉન્ટે કહ્યું કેચિલી ભારત સાથે તેની ભાગીદારી વધારવા માંગે છે કારણ કે ત્યાં દ્વિપક્ષીય સહયોગ માટે વિશાળ અવકાશ છે. તેમણે કહ્યું કે ભારત ચિલીની વિદેશ નીતિની પ્રાથમિકતા છે. શ્રી ફોન્ટે જણાવ્યું, ટેકનોલોજીમાં ભારતનું નેતૃત્વ ચિલીના વિકાસ માટે સુસંગત છે.તેમણે ઉમેર્યું, ચિલીએ હંમેશા સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે હાકલ કરી છે.

દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને ચિલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની પાંચ દિવસની ભારત મુલાકાતનાં ભાગરૂપે નવી દિલ્હીમાં ચિલીનાં સાંસ્કૃતિક, કળા અને વારસા મંત્રી મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડો સાથે મુલાકાત કરી હતી. મંત્રીએ વિવિધ ચર્ચાઓનું સંચાલન કર્યું, ખાસ કરીને આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) અંગે, જે 1 થી 4 મે, 2025 દરમિયાન યોજાવાની છે. મંત્રીએ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અને મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડોને ભારતીય શિલ્પો દર્શાવતું એક પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું.

આ બેઠકમાં ચિલીના પ્રતિનિધિમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમાં ચિલીના દૂતાવાસના ત્રીજા સચિવ માર્ટિન ગોર્માઝ, વિદેશ મંત્રાલયના અંડર સેક્રેટરી લક્ષ્મી ચંદ્રા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફિલ્મો) ડૉ. અજય નાગભૂષણ એમ.એન.નો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક ચીલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ 1થી 5 એપ્રિલ, 2025 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે, જે બંને દેશો વચ્ચેનાં રાજદ્વારી સંબંધોનાં 76 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે છે. રાષ્ટ્રપતિ બોરિક નવી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ બોરિકની આ ભારતની પ્રથમ મુલાકાત છે.

Exit mobile version