1. Home
  2. ગુજરાતી
  3. ચીનની અરૂણાચલમાં હલચલ, ભારતીય જવાનોએ પરત ચીનને રસ્તો બતાવ્યો
ચીનની અરૂણાચલમાં હલચલ, ભારતીય જવાનોએ પરત ચીનને રસ્તો બતાવ્યો

ચીનની અરૂણાચલમાં હલચલ, ભારતીય જવાનોએ પરત ચીનને રસ્તો બતાવ્યો

0
Social Share

દિલ્લી:  ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર નાના મોટા છમકલા થતા રહે છે, ચીની સૈનિકો દ્વારા અવાર નવાર ભારતીય સીમામાં ઘુસણખોરી કરવામાં આવે છે અને ભારતીય સેના દ્વારા પણ દર વખતે જડબાતોડ જવાબ આપવામાં આવે છે.  ભારત અને ચીન બંને એવા પડોશી દેશ જેમના સંબંધોમાં સતત ચડાવ-ઉતાર આવ્યા કરે છે સમગ્ર દુનિયા પર આ બંને દેશોના સંબંધોની અસર જોવા મળે છે.

તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાના જવાનો સામસામે આવી ગયા હતા. ભારત અને ચીન બંને દેશોના ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સૈનિકો અથડાયા હતા. અથડામણની આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. જો કે કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મુદ્દો ઉકેલાયો હતો.

ભારતીય સૈનિકોએ ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશના યાંગત્સે નજીક તવાંગ સેક્ટરમાં લગભગ બસો ચીની સૈનિકોને રોક્યા હતા. ભારતીય સૈનિકોની ધારણા મુજબ, આ ચીની સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.

બંને દેશોની સીમા રેખા ધારણા પર આધારિત છે અને ધારણામાં બંને દેશો વચ્ચે તફાવત છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો પોતાની ધારણા મુજબ પેટ્રોલિંગ કરે છે. બે દેશો વચ્ચે કોઈપણ મતભેદ અથવા સંઘર્ષ પ્રોટોકોલ મુજબ શાંતિપૂર્ણ સમાધાન કરવામાં આવે છે. ઉત્તરાખંડના બારહોટીમાં લગભગ સો ચીની સૈનિકો સરહદ રેખા ઓળંગીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. 30 ઓગસ્ટના રોજ ભારતીય સરહદ લગભગ પાંચ કિલોમીટર અંદર આવ્યા બાદ ચીની સૈનિકો પાછા ફર્યા હતા.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code