યુકે સરકાર નરમ પડી, કોવિશીલ્ડ વેક્સિન લીધી હશે તો ક્વોરન્ટાઈન નહીં
દિલ્લી: કોવિશીલ્ડ વેક્સિનને લઈને યુકે સરકાર દ્વારા હવે નરમ વલણ દાખવવામાં આવ્યું છે. યુકેની સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે ભારતીય પ્રવાસી ભારતથી યુકે આવે છે અને તેણે કોવિશીલ્ડ વેક્સિન લીધી હશે તો તેણે ક્વોરન્ટાઈન થવું પડશે નહી. ભારતમાં બ્રિટિશ રાજદૂત એલેક્સ એલીસે ટ્વિટ કરી બ્રિટિશ સરકારના નિર્ણયને જાણ કરી હતી. ભારતે બ્રિટન સામે આ માટે બાંયો ચઢાવી હતી.
ભારતે અપનાવેલા કડક વલણના પગલે બ્રિટન બેકફૂટ પર આવી ગયું છે. 11 ઓક્ટોબરથી ભારત સહિત 32 દેશોના નાગરિકોને રાહત મળશે.
સાઉથ એશિયા ઉપરના ગુરુવારે પ્રસિદ્ધ થયેલાં એક રિપોર્ટમાં સામેલ કરવામાં આવેલા એક અલગ બોક્સમાં વિશ્વ બેન્કે જણાવ્યું હતું કે એવી સમજ વિકસી રહી છે કે સત્તાવાર આંકડા અંડર એસ્ટિમેટેડ હોય છે અને રોગચાળાનો વાસ્તવિક વ્યાપ પ્રતિબિંબિત કરતા નથી. તેણે પોતાના રિપોર્ટમાં ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણિયન અને અન્ય દ્વારા કરવામાં આવેલા અગાઉના અભ્યાસને ટાંક્યો હતો જેમાં જણાવાયું હતું કે દેશમાં કોવિડના કારણે 40 લાખ અથવા 49 લાખ લોકોનાં મોત થયાં હતાં તે બે અલગ અલગ પદ્ધતિઓ પર આધારિત હતો. નોંધનીય છે કે દેશમાં કોવિડના કારણે થયેલાં મોતનો સરકારી આંકડો 4.5 લાખ છે.
જો કે ભારતમાં વેક્સિનેશનની ગતિ પણ જોરદાર રફ્તારથી ચાલી રહી છે. અત્યાર સુધી 92 કરોડ લોકોને દેશમાં વેક્સિન આપવામાં આવી છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 2.40 લાખ જેટલી થઈ છે જે દેશ માટે રાહતના સમાચાર છે.